________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
ગાથાર્થ :- આ પાંચેય પ્રમાણે વર્ષો જે ક્રમે ઉપદેશાયેલા તે ક્રમે વર્ણન કરાયા હવે યુગવર્ષો આનુપૂર્વીના ક્રમથી કહીશું. // ૪૮ ||
ટીકાર્ય :- આગળ કહેલા આ અહોરાત્ર પ્રમાણ કરાવનારા પ્રમાણવર્ષો લૌકિક અથવા લોકોત્તર વ્યવહારને આશ્રયીને યોગાનુસાર પ્રમાણભૂત વર્ષો પૂર્વે જે ક્રમે કહેવાયેલા તે જ ક્રમે એ પાંચેનું વર્ણન કર્યું. હવે પછી ક્રમાનુસાર જે વર્ષો દ્વારા સૂયસંવત્સરપંચાત્મક યુગ થાય છે તે પણ કહીશું. // ૪૮ |
ગાથાર્થ - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત એ પાંચ સાથે આ યુગને ત્રિલોયદર્શી (તીર્થકરો) એ જોયું છે. પ્રથમ-દ્વિતીય ચંદ્રવર્ષો, ત્રીજું અભિવર્ધિત જાણો એ રીતે ચોથું પાછું ચંદ્ર અને પાંચમું અભિવર્ધિત જાણ. | ૪૯-૫૦ ||
ટીકાર્ય - ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ફરી ચાન્દ્ર પછી અભિવર્ધિત આ પાંચ વર્ષો સહિત એક યુગ થાય છે. અર્થાત્ એક યુગમાં આ પાંચ વર્ષો હોય છે. આવું યુગ તીર્થકરોએ જોયેલું છે એટલે એ વિષયમાં અવશ્ય શ્રદ્ધા કરવી. || ૪૯ || એની જ વ્યાખ્યા કરે છે :
આગળ કહેલા પાંચ સંવત્સર રૂપ યુગમાં પ્રથમ-બીજું એ ચાંદ્ર સંવત્સરો જાણવા, ત્રીજું અભિવર્ધિત જાણો, ચોથું ફરી ચાંદ્ર અને પાંચમું અભિવર્ધિત જાણવું. અહીં જે ત્રણ ચાંદ્ર સંવત્સરી છે તે ૧૨ માસના છે અને જે બે અભિવર્ધિત સંવત્સરો છે તે ચાંદ્ર માસના પ્રમાણથી ૧૩ માસના છે, અહીં બીજા ચાંદ્ર વર્ષનો જે આદિ સમય અને તેના તુરંત પાછળ રહેલો સમય પ્રથમ ચાન્દ્ર સંવત્સરનો અંતિમ સમય છે ત્યારે ચંદ્રમાનો ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ છે. એ વખતે ઉત્તરાષાઢાના ૨૬ મુહૂર્તો અંશ તેમજ દર મુહૂર્તના ૬૭થી છેદાયેલા ૫૪ ભાગ બાકી રહે છે. અર્થાત્ ૨૬ - ૧૪ મુહૂર્ત બાકી રહે છે. એ સમયે સૂર્યનો પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ થાય છે અને પુનર્વસુ નક્ષત્રના ત્યારે ૧૬ મુહૂર્તા તેમજ મુહૂર્તસંબંધી ભાગ બાકી રહે છે. અર્થાત્ ૧૬ - ૨૦ મુહૂર્ત બાકી રહે છે. ત્રીજા અભિવર્ધિત નામના સંવત્સરનો જે આદિ સમય તેના તુરંત પાછળ રહેલો સમય બીજા ચાંદ્ર સંવત્સરનો છેડો (અંતિમ સમય) છે ત્યારે ચંદ્રનો પૂર્વાષાઢા નક્ષત્ર સાથે યોગ થાય છે અને તે પૂર્વાષાઢાના ૭ મુહૂર્ત, : ભાગ