________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
ગાથાર્થ :- ભરત-ઐરાવત ક્ષેત્રમાં યુગ, સંવત્સર, માસ, અર્ધમાસનો આદિ દિવસ હોય છે જ્યારે, મહાવિદેહ વર્ષમાં રાત્રિ હોય છે. દિવસની આદિથી અહોરાત્રો અને બહુલપક્ષાદિથી પર્વો, અભિજિત્ આદિથી નક્ષત્રો અને રૂદ્ર આદિથી મુહૂર્તી થાય છે.
ટીકાર્ય - યુગનો આદિ સંવત્સર ચાંદ્ર સંવત્સર છે, કારણ કે તેનાથી અન્ય યુગ પ્રવર્તે છે એ ચંદ્ર સંવત્સરનો આદિ માસ શ્રાવણ, કારણ કે તે અષાઢ પર્ણમાસીનો ચરમ સમય છે એટલે પાછળના યુગનો અંત છે ત્યારબાદ નવા યુગનો પ્રવર્તમાન આદિ માસ શ્રાવણ જ થાય છે તે શ્રાવણ માસનો આદિ પક્ષ બહુલપક્ષ જાણવો, બે પક્ષ મળવાથી માસ થાય છે. અને પૂનમ પછી બહુલ પક્ષ જ હોય છે. તે બહુલ પક્ષનો પણ ભરત - ઐરવતમાં દિવસ હોય છે અને મહાવિદેહોમાં રાત્રિ હોય છે. તે આ રીતે - અષાઢપૌર્ણમાસીની રાત્રિ પછી તરત જ આ ભરતક્ષેત્રમાં યુગની આદિ થાય છે એટલે દિવસે જ માસાદિ ઉત્પન્ન થાય છે અને જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ છે ત્યારે ઐરવતમાં પણ દિવસ છે ત્યારે પૂર્વવિદેહ અને અપરવિદેહમાં રાત્રિ હોય છે. ઐરવતમાં પણ પક્ષનો આદિ દિવસ અને મહાવિદેહમાં રાત્રિ હોય છે. તે પર /
અત્યારે ભારત - ઐરાવતને આશ્રયીને પ્રરૂપણા કરવા કહે છે
ભરત - ઐરવતમાં દિવસ મૂળથી અહોરાત્રો હોય છે અર્થાતુ અહોરાત્રનો આરંભ દિવસથી થાય છે. કારણ કે અહીં યુગની આદિમાં દિવસ જ પ્રવર્તે છે, પર્વો કૃષ્ણ પક્ષથી શરૂ થાય છે. એવી રીતે યુગની આદિમાં અભિજિતુ નક્ષત્ર હોય છે. કારણ તેનાથી માંડીને જ અનુક્રમે યુગમાં નક્ષત્રો પ્રવર્તે છે. તે આ રીતે ઉત્તરાષાઢા નક્ષત્રના ચરમસમયે પાછળના યુગનો અંત થાય છે ત્યારબાદ નવા યુગના આરંભમાં અભિજિત્ નક્ષત્ર જ હોય છે. તથા મુહૂર્તોમાં આદિમાં રુદ્રમુહૂર્ત હોય છે. દિવસાદિથી અહોરાત્ર કહ્યું છે અને દિવસાદિક અહોરાત્રમાં અનુક્રમે આ ત્રીસ મુહૂર્તા હોય છે.
ત્રીસ મૂહૂર્તોનાં નામો – (૧) રૂદ્ર (૨) શ્રેયાનું (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપીત (૬) અભિચંદ્ર (૭) મહેન્દ્ર (૮) બલવાનું (૯) પદ્મ(બ્રહ્મા) (૧૦) બહુસત્ય (૧૧) ઇશાન (૧૨) – (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રવણ (૧૫) વાસણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિશ્વાસન (૧૯) પ્રાજાપત્ય (૨૦) ઉપશમ (૨૧) ગાંધર્વ (૨૨) અગ્નિવૈશ્ય (૨૩) શતવૃષભ (૨૪) આપવાનું (૨૫) અમમ (૨૬) અરૂણવાનું (ઋણવાનું) (૨૭) ભૌમ (૨૮) વૃષભ (૨૯) સર્વાર્થ (૩૦) રાક્ષસ. તેથી યુગમાં મુહૂર્તોની આદિ રૂદ્રથી જ થાય છે.