________________
३०
ज्योतिष्करण्डकम्
૨૯ X ૧૩ = ૩૭૭ પૂર્ણ અહોરાત્ર તેમજ ઉપરના ૩૨ અંશોને X ૧૩ કરતાં ૪૧૬ અંશો આવે તેના અહોરાત્ર લાવવા ૬૨થી ભાગ આપતાં ૬ પૂર્ણ અહોરાત્ર આવે છે. શેષ ૪૪ વધે છે આવેલા અહોરાત્રોને ઉપરના સાથે ભેળવતાં ૩૭૭ + ૬ = ૩૮૩ પૂર્ણ અહોરાત્ર તથા ૪૪/૬૨ અહોરાત્ર થાય છે.
હવે, આ જ અહોરાત્રનું પ્રમાણ ક્રમથી સાક્ષાત્ ઉપદેશવાની ઇચ્છાથી સૌપ્રથમ માસ પ્રમાણ જણાવે છે, પાંચે સંવત્સરોના ક્રમથી માસપ્રમાણ જણાવે છે. / ૩૬ //
સૂર્ય સંવત્સરનો માસ ૩૦ ૧/ર અહોરાત્રનો હોય છે તે આ રીતે - સૂર્યસંવત્સરનું પ્રમાણ ત્રણસો છાસઠ (૩૬૬) અહોરાત્ર, આ સંવત્સર ૧૨ માસનું છે ૩૬૬ને ૧૨થી ભાગ કરતા ૩૬૬+૧૨ = ૩૦, ૧/૨ માસનું અહોરાત્ર પ્રમાણ થાય છે. તથા સાવન (કમ) માસ ૩૦ અહોરાત્ર પ્રમાણ હોય છે. કર્મ સંવત્સરના દિવસો ૩૬૦ અને ૧૨થી ભાગ કરતાં આટલું પ્રમાણ થાય છે તથા ચંદ્રમાસ ૨૯ ૩૨/૬૨ અહોરાત્રનો હોય છે, ચંદ્ર સંવત્સરના અહોરાત્ર ૩૫૪ ૧૨/૩૨ છે તેને ૧૨થી ભાગ કરતાં ૩૫૪/૧૨ = ૨૯ અહોરાત્ર તથા શેષ ૬ અહોરાત્ર વધે તેના ૬ર ભાગ કરવા ૬૨થી ગુણવા એટલે ૩૭૨ અંશ આવે તેમાં ઉપરના ૧૨ અંશ ઉમેરતાં ૩૮૪ તેને ૧૨થી ભાંગતા ૩૨ બાસઠીયા અંશ આવે છે. અર્થાત્ એક ચંદ્રમાસ ૨૯ ૩૨/૬૨ અહોરાત્ર પ્રમાણ થાય. // ૩૭ | નક્ષત્ર માસનું પ્રમાણ ૨૭, ૨૧/૬૭ અહોરાત્ર છે, નક્ષત્ર સંવત્સરના ૩૨૭ ૨૧/૬૭ અહોરાત્રો છે તેને ૧૨થી ભાગ કરતાં ૩૨૭/૧૨ = ૨૭ આવે છે. શેષ ૩ અહોરાત્ર વધ્યા તેના અંશ કરવા ૬૭ થી ગુણવા એટલે ૬૭ X ૩ = ૨૦૧ આવ્યા તેમાં ઉપરના ૫૧ અંશ ઉમેરતાં ર૫ર થાય તેને ૧૨થી ભાગ આપતાં ૨૧ અંશ આવે છે. અર્થાત્ એક નક્ષત્ર માસના અહોરાત્ર ૨૭ ૨૧/૬૭ થયા.
અભિવર્ધિત માસના અહોરાત્ર ૩૧, ૧૨૧/૧૨૪ છે. અભિવર્ધિત સંવત્સરના અહોરાત્રો ૩૮૪, ૪૪૬૨ છે ત્યાં ૩૮૪ને ૧૨થી ભાગતાં ૩૧ અહોરાત્ર આવે છે. શેષ ૧૧ વધે છે તેના અંશ લાવવા ૧૨૪ થી ગુણવા એટલે ૧૧ X ૧૨૪ = ૧૩૬૪, ૪૪૬૨ના પણ ૧૨૪ ભાગના અંશ લાવવા ૨ થી ગુણવા એટલે ૪૪૬૫ X ૨ = ૮૮/૧૨૪ થાય, આ અંશોને ઉપરના ૧૩૬૪માં ભેળવતા ૧૪૬ર આવે છે તેને ૧૨ થી ભાગતાં ૧૨૧ અંશ આવ્યા. અર્થાત્ એક અભિવર્ધિત માસના ૩૧, ૧૨૧/૧૨૪ અહોરાત્ર થયા. / ૩૯ //