________________
નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૮ ક્ષાત્રત્વ વગેરે ભાવનાઓનું સામ્રાજ્ય કુદરતે કર્યું હતું, અને એ ભાવનાના નાશ પછી મજુરીની ભાવનાનું સામ્રાજ્ય થવાનું બાકી છે. સંપૂર્ણતા પામ્યા પહેલાં મનુષ્યજાતિએ અનેક અખતરામાં– અનેક યુદ્ધોમાં–જવું જ જોઈએ. નિર્દોષતા, ક્ષાત્રત્વ, વૈશ્યત્વ અને અને શ્રદ્ધત્વની–ચારે–ભાવનાઓને સામ્રાજ્યમાં પસાર થયા બાદ મનુષ્ય હમજશે કે કોઈ પણ એક “ભાવના'માં. “સત્ય સર્વ સમાઈ શકે નહિ અને સંપૂર્ણતા ત્યારે જ સંભવે કે જ્યારે ચારેને યોગ્ય સ્થાન આપી ચારનું સુવ્યવસ્થિત ઐકય રચવામાં આવે.
નીતિ “કાયદો ગુન્હા વગેરે ભાવનાઓની અસ્થીરતાં તપાસતાં આપણે એક મુદ્દા પર વધુ આગળ ચાલ્યા ગયા. હવે મૂળ ચર્ચા પર આવવું જોઈશે. " - જેમ વ્યક્તિ તેમજ સમાજ એક સ્થિતિથી બીજી સ્થિતિએ અને હાંથી ત્રીજી સ્થિતિએ એમ નિરંતર ગતિ કરે છે અને ગતિ કરતી વખતે અમુક “સિદ્ધાંતો” બાંધી લે છે,-ભાનપૂર્વક કે અજાણતાં પણ સિદ્ધાંત બાંધી લે છે. જેમ જેમ તે આગળ ને આગળ, ગતિ કરે છે તેમ તેમ એના મનમાંના સિદ્ધાંત પણ ગતિ કરે છે– સ્થાન બદલે છે, રૂપ બદલે છે, રંગ બદલે છે.
' ' જ્યારે સમાજને સિદ્ધાંત કે આદર્શ અર્થપ્રાપ્તિમિત– “માલેકી” હાય હારે સ્વાભાવિક રીતે જ “ચોર” કે “લૂટાર” એ સમાજને ખાસ તિરસ્કારને વિષય બને, અને ચોરી કે લુટ એ અનીતિ’ કે ‘ગુન્હા” મનાય. અને એ વખતે એ જ મતલબનું સાહિત્ય લખાયઃ કાયદા, નીતિશાસ્ત્ર, ઉપદેશ, કથાઓ વગેરેના આકારમાં.
પરંતુ અહીં એક પ્રશ્ન પૂછવો જોઈએ. લખપતિના ઘરમાંથી હજાર રૂપિયાની થેલી ઉઠાવનાર, સમાજને તિરસ્કારને વિષય મનાય, "તો માલ એક હાથ કરી તેની દશગુણી કિંમત લઈ લાખ રૂપિયા લૂટનાર વ્યાપારી, તથા શેર બજાર અને રૂ બજારના ભાવે રહડાવી દઈ જોતજોતામાં લાખોની ને ખીસ્સામાં મૂકનાર સટેરીઆએ, કાયદાપૂર્વક રજીસ્ટર કરાવેલી કંપનીના નામે લાખોના શેર ભરાવી, શેર, અન્ડર રાક્ટ કરી તથા બીજા હજાર તર્કટ કરી કંપનીનું કામ શરૂ થતા પહેલાં તે શ્રીમંત બની બેસતા સાહસિક, અને દેશી રૂ તથા