________________
જેનહિતેચ્છુ વેચતું, સાયન્સ અને તત્વજ્ઞાનને લગતી શો જર્મનીથી કરાતી અને ઇંગ્લેંડથી હેને પ્રચાર થતો. મતલબ કે, કુદરત (becoming, માયા) સાથે દોસ્તી જર્મનીને છે, કુદરતને તે “હમજી” શકયું છે, જો કે આર્થિક લાભ ઇંગ્લંડ ભેગવે છે. કુદરતને પીછાનનાર કુદરતનાં અનેક છુપા તને ઉપયોગ કરી શકે છે. તેથી લંડ
એકલા મનીને નિમૂળ કરવામાં ફાવી શકશે નહિ, બલકે પિતાને એવી બુંચવણેમાં નાખી દેશે કે, હેમાંથી મુક્ત થવાને રસ્તો તે કદાચ કહાંડી પણ નહિ શકે. ઇંગ્લંડને માટે સહીસલામત અને આખી દુનિયાને માટે સહીસલામત માર્ગ એ જ હતો કે યુદ્ધ આખર સુધી લતું અને પછી બહાદૂર વીરની માફક એક બીજાના હાથ મેળવી “શેકહૅન્ડ’ કરી ઐય રચવું. યુદ્ધને ધિક્કારતા જવું અને લડતા જવું, તથા સુલેહ કરવાના બહાને ધુંધવાતો અગ્નિ ઉત્પન કર એ આખી દુનિયા માટે અનિષ્ટ છે. અને આ સર્વ અનર્થ માત્ર બેટા તત્ત્વજ્ઞાનમાંથી– નીતિ” અને “ન્યાયની ખાટી ભાવનામાંથી જ ઉત્પન્ન થાય છે. યુદ્ધ જરૂરનું તત્ત્વ છે અને તે કુદરતે જ ઉપન્ન કરેલું છે. જર્મની અને મિત્રરાજ્યો તે કુદરતનાં રમકડાં છે. મનુષ્યજાતના વિકાસ માટે મનુષ્યમાં વ્યાપારની-માકીની-મિલ્કતની ભાવના કુદરતે કેટલાક સૈકાથી પેરી છે અને એ ભાવના વડે મનુષ્યજાતને અમુક વિકાસ કર્યા બાદ એ “ભાવના. ને જ નાશ કરવા કુદરતે મહાયુદ્ધ કર્યું છેએ ભાવનાની પહેલાં
* યુદ્ધને મિત્રરાજ્યો તો શું પણ આખી દુનિયાને ગમે તે સંયુક્ત પ્રયત્ન પણ અશકય બનાવી શકે જ નહિ. એવી વાત કરવી એ નવી બાલીશતા છે, અને જ્યહાં બાલીશતા ન હોય તો ઇરાદાપૂર્વક થતી ધૂર્તતા હોય ખુદ દેવ અને દેવોના દેવ પણ દુનિયામાં મુદ્દલ યુદ્ધ જ થવા ન પામે એમ કરી શકી નથી અને કરી શકશે નહિ યુદ્ધ દુનિયાની, અસ્તિત્વની, વિકાસની નિષ્ફર આવશ્યક્તા છે. યુદ્ધને ગાળો દેનાર સાધુ !) કરતાં મરદાનગીથી-પ્રઢતાથી–ઉચ્ચ નિયમને અનુસરીને યુદ્ધ કરનાર મનુષ્ય દુનિયાને સુંદર આદર્શ બને છે. કોઈ પણ ક્રિયા ક્રિયા તરીકે “ગુન્હ નથી: મહાન આશચથી અને પ્રઢતાપૂર્વક થતી એક ક્રિયા અનુ. કરણીય અને પૂજનીય ગણવી જોઈએ, હારે તુચ્છ આશયથી અને હીચકારી રીતે થતી એજ ક્રિયા ત્યાજ્ય અને નિંદનીય ગણાવી જોઈએ. કાર્યની કિમત પરિણામથી પણ અંકાવી ન જોઈએ. પ્રતાપી પુરૂષનું ૫તન પણ દીવ્ય દૃશ્ય છે.