________________
શ્રદ્ધા: ધર્મ પછી બીજુ તત્વ આવે છે. શ્રદ્ધા. શ્રદ્ધાનો ધર્મ સાથે ગાઢ સંબંધ છે. કહેવાય છે કે ધર્મ, ધાર્મિક વગર નથી અને ધાર્મિક શ્રદ્ધા વગર નથી. પણ આ શ્રદ્ધા આંધળી ન હોવી જોઈએ તેમજ અંધ–અશ્રદ્ધા પાટીભડક પણ ન હોવી જોઈએ. એ બન્ને માનવજીવન માટે ઘાતક છે.
શ્રદ્ધા અંગે કહેવું પડશે કે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં તે વધારે હેય છે. ધર્મને ફેંકવા જશું તે પણ, ભારતની માતાએમાં ધર્મ પ્રતિ જે શ્રદ્ધા છે તેને કાઢી શકાશે નહીં.
થોડા દિવસ પહેલાં પુરૂષોત્તમ માસ ચાલતો હતો. ત્યારે ચોપાટી બાજુ ફરવા જતાં અમે જોયું કે મેટાં ઘરનાં શ્રીમંત બહેન સુદ્ધાં દરિયામાં માથાબોળ નહાવા જાય છે, માળા ફેરવે છે, જપ કરે છે, ભચ્ચાર કરે છે અને કથા સાંભળે છે. નાસ્તિકમાં નાસ્તિક માણસને
એ જોઈને આશ્ચર્ય થશે કે જે કામ આ બરાંઓ ગમે તે કહે તે છતાં નહીં કરે; તે આ શ્રદ્ધાના કારણે કરે છે અને આશ્ચર્ય એ છે કે ધર્મ-શ્રદ્ધાને નામે એ થતું હોઈ ત્યાં કોઈ વિકાર-વાસના થતી પણ નથી.
હવે આ શ્રદ્ધાને હાંકી કાઢવી છે કે રાખવી એ મુખ્ય પ્રશ્ન છે. ને રાખવી હોય તે તેને શુદ્ધ દિશા તરફ વહેવડાવવી પડશે. માનવીની અને તેમાં પણ માતાઓની શ્રદ્ધાએ અજબ જેવાં કાર્યો કર્યા છે. - ગાંધીજી જ્યારે વિલાયત જતા હતા ત્યારે તેમની બા પુતળીબાઇએ કહ્યું ! “બેટા” તું ખુશીથી વિલાયત જા મને કશે વા નથી. નાતના લોકે ગમે તેટલો વિરોધ કરશે તેને હું સહીશ પણ મને એ બીક લાગે છે કે વિલાયત ગયા પછી લોકો વટલાઈ જાય છે. એટલે કે સાચા ધર્મ ઉપર ટકતા નથી. માટે, મારે તને ત્રણ પ્રતિજ્ઞા અપાવવી છે.”
ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભલે ! હું એ ત્રણ પ્રતિજ્ઞા લઈશ”
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com