________________
૨૩૬
ધર્મ ન્યાયાધીશ જેવો છે; પણ તે આજે વાદી-પ્રતિવાદી રૂપે ઘર ઝાલીને બેસી ગયેલ છે. તે માટે જેનેજ વધારે જવાબદાર છે. અહિંસાસંયમ-તપ વ. નું વિશ્લેષણ જોતાં જગત શાંતિને તેને દાવો સર્વોપરિ હેવા છતાં નાની બાબતમાં સંકુચિત બનીને ઝઘડાઓ ચાલ્યા કરે
શોભતું નથી. | શિબિરની કાર્યવાહી અને અભ્યાસથી એટલું તો સ્પષ્ટ થયું છે કે જૈનધર્મ સર્વોત્કૃષ્ટ ધર્મ છે; તે છતાં આજે વહેવારમાં તે બરાબર બેસતું નથી; એ પણ હકીકત છે. એનું કારણ એ છે કે જૈન સમાજનું જીવન ધર્મના સિધ્ધાંતોથી વેગળું થઈ રહ્યું છે. પાંચમા ગુણ સ્થાનક (શ્રાવક)થી ઉપરની વાત કહેવી, સાંભળવી અને ચર્ચવી ખરી, પણ માર્ગાનુસારીને મૂળ પાયે જ મજબુત ન હોય તે કેમ ચાલે?
સદભાગ્યે શ્રીમતી અસરથી ગાંધીજીએ સડક બનાવી આપી છે. જૈન સાધૂસસ્થા વર્ષોથી ચાલી આવી છે. ઘણું ચઢાણુ ઉતરાણ જોયાં છતાં તે ઘડાયેલી સંસ્થા છે. આથી કંતિપ્રિય સાધુ સાધ્વીઓને આજે વિશ્વના ચોગાનમાં ઝુકાવવા માટેની આ સુવર્ણ પળ છે.” બહેનેમાં તે સાધ્વીજીનું માર્ગદર્શન :
શ્રી. પૂંજાભાઈ : ખાંભડા શુદ્ધિ પ્રયોગ વખતે કાઠી બહેને પાસે મારે બેએકવાર બલવાનું થયું. પણ ગરીબાઈ ખૂબ અને પછાત દશામાં બહેને વસે. ત્યાં જૈનધર્મને સાધ્વીવર્ગ, ભિક્ષાચરી તેમજ પાદવિહાર વડે ધારે તે ગામડે ગામડે અને ઘરે ઘરે જઈને ઘણું કામ કરી શકે છે. જૈન ધર્મની ભિક્ષાચરી અને પાદવિહાર તે દેશને જ નહીં વિશ્વને મળેલી અને ખી ભેટ છે. પૂ. મહારાજશ્રી પણ આટલે ઊડે જનસંપર્ક કરી શક્યા હોય તો તે જૈન દીક્ષાને આભારી છે. ધર્મ અંગે હંમેશાં બહેને આગળ હોય છે, પણ તેમાંયે જૈન બહેનોમાં ધર્મની જે ઝીણવટભરી સમજણ દેખાય છે તેમાં સાધ્વી વર્ગને ફાળે ઉત્તમ હવે જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com