________________
૨૩૭
જૈનધર્મની જે ખૂબીઓ મહારાજશ્રીએ વર્ણવી તે અને ખી છે. માસ માસના ઉપવાસ કરી નાખવાની તાકાત પણ જેન ભાઈ-બહેનોમાં છે. ધર્મ સાથે આરોગ્યના નિયમો ખૂબ સારી પેઠે વર્ણવામાં આવ્યા છે. આયંબિકા જેવું તપ-સ્વાદ ત્યાગ માટે કેટલું ઉપકારક છે ! ગરમ પાણી પીવાનું વિધાન અને જૈનધર્મને સત્ય અહિંસાનો ઝીણામાં ઝીણે આચાર વિચાર કેટલો પ્રેરણપ્રદ છે? નાતજાતના ભેદનું તે નામ જ નહીં. નર-નારીના સર્વે બાબતના અધિકાર સમાન. અમે વર્ષોથી ભાલ નળકાંઠા પગમાં ખૂયા છીએ પણ, આ શિબિરમાં દરેક વિષયની છણાવટથી અને તેમાંયે જૈન ધર્મ વિષેની વાતોથી જે જાણવા મળ્યું છે તેથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ.
પણ, થોડા વખત પહેલાં ભાઈ માટલિયાએ કહ્યું હતું તેમ એ જાજવલ્યમાન પ્રકાશવાળા અગ્નિ ઉપર રાખ વળી ગઈ છે. છતાં પણ બીજા કોઈ ધર્મના સાધુસમાજ કરતાં જૈન સાધુ કમાજ ત્યાગી, તપસ્વી અને જાગૃત છે. દુર્ભાગ્યે તે સાધુસમાજને આમ જનતા સાથે વિશાળ સંપર્ક તદ્દન છૂટી ગયો છે. હવે અમે પણ તેમની સાથે સંગ કરવા પ્રેરાઈશું અને પ્રેમ-હૂંફથી સાધુ વર્ગને જરૂર ખેંચીશું. અહિંસાની ઝીણવટભરી ભેટ :
શ્રી. બળવંતભાઈ: “ મા ગુલિન, સન્તુ નિરામ, રજે મારા ઘરયતુ મા તુ: માન્ મતતેમજ “આત્મા કમૂતેષુ : યતિ : પંડિતઃ ”—આ વૈદિક સૂત્રના આચારને જે કેઈએ પણ અમલ કરી બતાવ્યું હોય તે જૈન ધર્મે એમ હું વિનમ્રપણે માનું છું. વ્યકિતથી માંડી માનવજાતિ જ નહીં પણ સમષ્ટિ સુધી અહિંસા આચરી બતાવી હેય તે તે જૈનધમે છે. અને એ બાબતમાં તે બાદ્ધ ધર્મ કરતાં પણ જૈન ધર્મ આગળ છે; પણ દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com