________________
ર૫ર
પણ ધીમે ધીમે એમાં વ્યાપક સત્યનું દર્શન થઈ શકે છે. એટલે જરથોસ્તી ધર્મમાં પ્રેમની સાથે સત્યનાં દર્શન હોય તે એ ધર્મ વિકસી શકે છે.. સર્વધર્મ ઉપાસના માટે ભારત યોગ્ય
એશિયામાં આમ તે જુદા જુદા ધર્મો વિકસ્યા છે. એશિયાની પ્રજાએ જંગલી અવસ્થામાંથી ધીમે ધીમે વિકાસ સાધ્યો છે. એમાં જુદા જુદા ધર્મોએ મહત્વને ભાગ ભજવ્યો છે. આજે આપણે આધ્યાભિક ક્રાંતિ કરી વિશ્વની એકતા કરવી હોય તે સર્વધર્મ સમન્વયને ખપ લાગવાને. એટલું જ નહિ વિશ્વશાંતિ માટે જે સર્વધર્મ ઉપાસનાની વાત આપણે કરીએ છીએ તેની ભૂમિકામાં સર્વધર્મ સમન્વય કરવો અત્યંત જરૂરી છે.
આ કામ ભારત દ્વારા વિશેષ થઈ શકશે. જગતના મુખ્ય ધર્મોમાં વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મને જન્મ અહીં જ થયું છે. તે ઉપરાંત જગતના અન્ય મુખ્ય ધર્મો–ઈસાઈ, ઈસ્લામ અને પારસી ધર્મવાળા અહીં આવ્યા અને તેમની સાથે હિંદુસ્તાને સમન્વય સાધ્યો જ છે. ખ્રિસ્તી ધર્મનું ખેડાણ અહીં થયું છે. તેમના સેવા અને પ્રેમના બે ગુણે ગ્રાહ્ય અને અનુકરણીય છે. સાથે સાથે વટાળ પ્રવૃત્તિ છોડવા જેવી છે. ઈસ્લામ ધર્મનું “સબ ખુદા કે બદ”ને ભ્રાતૃભાવ સુપ્રસિધ્ધ છે. પણ કેવળ એ પિતાની જમાત સુધી નહીં જગત સુધી ફેલાવવાની જરૂર છે. તેમણે પછાત વર્ગના લોકોને અપનાવ્યા ખરા પણ ધર્મઝનૂનના કારણે પાકિસ્તાનહિંદુસ્તાન એમ બે ટુકડા થયા. પારસીધર્મમાંથી પવિત્રતા, ઉદ્યોગ અને દાનના ત ગ્રાહ્ય છે. બૌદ્ધને મધ્યમ માર્ગ જગતના ઘણા પ્રશ્નોને સાંકળી શકે તેમ છે. વૈદિક ધર્મમાંથી શ્રુતિ-સ્મૃતિના વિષયે, તત્વજ્ઞાન અને સદાચારની રીતે ગ્રાહ્ય છે. જૈન ધર્મમાં અનેકાંતવાદને ગુણ છે. એમાં વિપૂલતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com