Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 275
________________ ર૫૧ જોઈએ. ઘણાં યુધિષ્ઠિરનું “નો વા કુંજરવા નું વાક્ય કે કૃષ્ણનું સુદર્શનચક્ર ધારણ કરવું રજુ કરશે. એમાં વ્યક્તિ કરતાં પણ પરિસ્થિતિને દેષ વધારે છે. તે છતાં આવા પ્રસંગે રજુ કરીને હિંસાનું આચરણ પ્રતિપાદિત ન થવું જોઈએ. એવા સમયે દાદાભાઈ નવરોજીએ કોંગ્રેસને જે શાંતિ અને અહિંસાની ચાલના આપી તેને શ્રેય તેમને વારસામાં મળેલ પારસી ધર્મ હત; એમ કહું તે ખેડું નહીં થાય. ટુંકમાં જરથોસ્તી ધર્મમાંથી બે વસ્તુ મળી –(૧) પૂર્વગ્રહ રાખ્યા સિવાય, મનને પવિત્ર રાખીને બીજા લોકોની સાથે ઓતપ્રેત થવાને પ્રયત્ન; (૨) ઘરથી માંડીને વિશ્વ સુધી કોઈપણ રીતે હિંસક શસ્ત્ર ન આવે તેવો પ્રયત્ન. આજે જે વિશ્વની સપાટીએ અહિંસાના પ્રયત્ન કરવો હોય તે માતસમાજે ઉપર મોટી આશા રાખી શકાય. માતજાતિમાં કમળતા, વત્સલતા અને અહિંસાનાં ગુણે છે. એવી જ આશા જરથોસ્તીઓ પાસે રાખી શકાય. તેમની બીજાઓની સાથે ઓતપ્રોત થવાની જે વાત છે તેમાં કોમળતા છે, પણ કેટલીકવાર નિશ્ચિત આગ્રહ-સત્યને આગ્રહ ન હોવાને લીધે એ વેવલાપણુમાં પરિણમે છે. આપણું નીતિકારેએ કહ્યું છે – ____वादपि कठोराणि, मृनि कुसुमादपि સિદ્ધાંત ખાતર વજથી પણ કઠેર ત્યારે બીજી બાજુ ભૂલથી પણ કોમળ ! જે સત્યની સાચી તાલાવેલી ન હોય તો માણસ જ્યાં ત્યાં ઢળી પડવાને છે. સત્ય, ચંદ્રમાં હાથમાં ન બતાવાય તેમ બતાવી ન શકાય પણ જાત અનુભવથી તટસ્થ રહી પિતાનું નિરીક્ષણ કરવાથી આપોઆપ જડે છે. ભલે એ નાનકડું હેય, ખરબચડું હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280