Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 274
________________ ૨૫૦ પોષાક તેમના માટે બાધક નથી. એટલે જ તે કોમ સારો એવો વિકાસ સાધી શકી છે. જસ્ત ધમની બીજી વિશેષતા “માજદ યગ્ની” સ્તુતિમાં વર્ણવેલ છે –“અમારે દીન (ધર્મ) સર્વશ્રેષ્ઠ છે. અમારો ધર્મ હથિયારને છોડાવે છે.” એના સંદર્ભમાં તેમનું કહેવું છે કે અશે જરથોસ્ત પણ રાજાઓને હથિયાર મૂકાવ્યા હતા અને રાજકારણમાં મહેમ્બતની વાત કરવાનું અને લાઈ મૂકવાનું સૂચવ્યું હતું આ તત્વ જે કે દરેક ધર્મમાં મળે છે. અને શસ્ત્ર ત્યાગ બૌદ્ધ ભિક્ષુઓએ કરાવ્યો હતો. ઘણું રાજાઓને રાજ્ય ત્યાગ પણ જૈન તેમજ બૌદ્ધ ભિક્ષુઓએ કરાવ્યો છે. તેના કરતાં પણ જૈન ઇતિહાસની વિશેષતા રૂપે ભરત-બાહુબલિનું અહિંસક યુદ્ધ છે. બન્ને નકકી કરે છે કે અમારી વિશેષતા માટે પ્રજાને ન લડાવવી જોઈએ. એટલે દષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, વગેરે દૂધ યુદ્ધોને તેમણે આસરે લીધે હતે. એવી જ રીતે પારસીઓ અંગે આપણે જોઈ શકશું. તેઓ સાવ કુણ માખણ જેવા કોમળ લાગશે. અશે જરથોસ્તના ધર્મમાંથી આ વાત વારસાગત મળેલી હેઇને દાદાભાઈ નવરોજી જેવાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કરી. કોંગ્રેસના બંધારણમાં શાંતિમય રીતે આગળ વધવાની વાત કબૂલ કરાવી. તે વખતની ગ્રેસની હાલત જોતાં એ વાત જરા આશ્ચર્યજનક લાગે. કારણકે બંગાળનું પાણી જુદું હતું. મહારાષ્ટ્રમાં પણ બંગાળના કેટલાક પુરુષ ગયા હઈને તેમણે પણ સશસ્ત્ર ક્રાંતિની વાતને વિરોધ નહોતો કર્યો. કેટલાક પંજાબી અને બંગાળીઓ તે બબ બનાવી અંગ્રેજી રાજ્યને સામને કરવામાં માનતા હતા. આ બધી બાબતમાં પરિસ્થિતિવશ ક્રોધને આશરો લે પડે તે એ ક્ષમ્ય નગણો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280