________________ ર૫૬ રહસ્ય છે. મૂર્તિપૂજા કે અમૂર્તિપૂજા, ધોળી કે ભગવાં વસ્ત્રો આ બધાં ચિહને ગૌણ વસ્તુ છે. સમગ્ર માનવ જાતિના હિતનાં કાર્યક્રમે, સવધર્મોએ એક વ્યાસ પીઠ પર ભેગા થઈને આપવાનો સમય પાકી ગયો છે. રશિયા અને ચીનની હિંસક ક્રાંતિએ જગતના બળ ગુરૂઓને ચેતવણી આપી દીધી હતી. છતાં આટલું ખેંચાયું. હવે વહેલી તે ચેતવું જ રહ્યું. ગાંધીજીએ ફરી પાછી સર્વધર્મની ભૂમિકા ઊભી કરે હતી. તેમના ગયા પછી જેટલું મોડું થયું તે સારું નથી થયું. પણ થયું તે થયું. હવે તે વહેલામાં વહેલી તકે ચેતવું જ રહ્યું. ભૂતકાળમાં અનેક સાધુસંતોનો ભારત ઉપર જે મહાન ઉપકાર છે તે ભૂલી ન શકાય છતાં હમણું જે સાવ સંકુચિત દષ્ટિ આવી ગઈ છે તે બદલાવવી છે રહી અને સર્વધર્મના ધર્મગુરુઓને આ દિશામાં સક્રિય બનાવવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ પહેલ કરવી જોઈએ. (તા. 18-11-11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com