________________
૨૫૩
ઉદારતાનું તત્વ પડેલ છે. કદાચ કોઈને એમ લાગે કે હું જૈનધર્મમાં દીક્ષિત છું એટલે એ ધર્મના ગુણગાન કરૂં છું. પણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા તટસ્થ માણસ જેમના પિતા વેદાંતી–વૈષણવ હતા અને માતા જૈન હતા તેમને પણ જૈનધર્મને રંગ વિશેષ લાગ્યો હતો. ગાંધીજીએ તે સર્વધર્મ સમન્વય આચરી બતાવ્યે હતે. સર્વધર્મ સમન્વયની વાત મૂળે તે સયાજીરાવ ગાયકવાડના મનમાં ઉપજી હતી.
જૈનધર્મમાં સમન્વયનાં બીજ વિશેષ રૂપે પડ્યાં છે. જૈનધર્મ એટલે શ્વેતાંબર કે દિગંબર વગેરે વેશ નથી; મૂર્તિપૂજક કે સ્થાનકવાસી નથી, પણ તે ગુણ પૂજામાં માનનારે તત્ત્વપૂજક ધર્મ છે. જે સમન્વય જૈન શાસ્ત્રમાં દેખાય છે તે જ સમન્વય ગીતામાં દેખાય છે. એક બાજુ ઈશ્વરવાદને આદર્શ રૂપે સ્વીકારે છે ત્યારે બીજી બાજુ ઈશ્વરકર્તવવાદને અસ્વીકાર પણ છે. બૌદ્ધ ધર્મને મધ્યમ માર્ગ એટલે આ સમન્વય તત્ત્વથી ભરપૂર છે.
આજે જરૂર છે સક્રિય સમન્વયની. તે માટે જૈનધર્મના અનેકાંતવાદ, સ્વાદ્રવાદ કે સાપેક્ષવાદના મસાલાની જરૂર છે. અંબડ નામના સન્યાસીને જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યે શ્રધ્ધા હતી, ભગવાન મહાવીરને તે પિતાના ગુરુ માનતો હતો. છતાં ભગવાન મહાવીરે તેને વેશપલટો કરવાની વાત ન કરી. તેને એજ સન્યાસી વેશમાં રાખ્યો. જૈન થઈ જાઓ એમ ન કહ્યું. જૈનધર્મની આ ખૂબી છે. તેને ગાંધીજીએ પકડી અને બધા ધર્મોનાં તત્વોને તારવ્યાં. સર્વધર્મ સમન્વયવાળે ન્યાયાધીશની જેમ દરેક ધર્મમાં ઊંડો પણ ઉતરે છતાં એક નિર્ણય લેવા માટે ડીવાર અલગ રહીને તપાસ પણ કરે. આ રીતે દરેક ધર્મને સમન્વય તટસ્થ રીતે થાય તે વિશ્વદયની નજીક વહેલી તકે આવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com