________________
રીતે બીજા ધર્મો નામૌલિક તત્વ અને તેના અનુયાયીઓના આચાર વિચારમાં મેળ ખાતો નથી. તેમાં પણ સંશોધન કરવાની ખૂબ જરૂર છે.
અહીં એશિયાખંડના બીજા ધર્મો અંગે ડેક વિચાર કરી લઇએ. જાપાનને પ્રાચીન રિટે (શિત) ધર્મ:
એશિયા ખંડમાં જાપાન અને ચીનમાં બૌદ્ધ ધર્મ ગયો તે પહેલાં ત્યાં જે ધર્મો હતા; તેમાં બૌદ્ધ ધર્મ પિતાનાં તો ઉમેર્યા ખરાં, પણ એ ધર્મો પાયામાં ન હેત તો ત્યાં બૌદ્ધ ધર્મને ફાલવા ફૂલવાને અવકાશ ન મળત.
જાપાનનો પ્રાચીન ધમ સિંટ (શિતો) છે જેણે તેના વિકાસમાં મોટે ફાળો આપે છે. એ ધર્મનું મૂળ તત્વ સૂર્ય-પૂજા છે. એ ઉપરથી એમ માની શકાય છે કે ત્યાં આર્યોની કોઈ એક શાખા જઈને વસી હોવી જોઈએ. આર્યોની જુદી જુદી શાખાઓ એશિયા, ઈજિપ્ત અને યુરોપના પ્રદેશોમાં ફેલાઈ ગયેલી. તેમણે પ્રાકૃતિક દેવની પૂજા ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. સૂર્ય-પૂજા પણ એ પ્રકૃતિ પૂજામાંથી ફલિત થઈ છે.
સૂર્ય એક તે તેજસ્વી છે, બીજું એ પ્રત્યક્ષ દેખાય છે એટલે ઈશ્વરની પ્રવૃતિ રૂપે સૂર્યને માનીને તેજસ્વી તત્વની પૂજા જાપાનમાં શરૂ થઈ. બીજી બાજુ પ્રજાના પ્રતિનિધિ રૂપે પ્રત્યક્ષ રાજા દેખાયે. રાજાની તેજસ્વિતા, વ્યવસ્થાશકિત, તાપ આપવાની શકિત વગેરે જોઈને સૂર્યદેવના પ્રતિનિધિ રૂપે રાજાને માનવામાં આવ્યો. આપણે ત્યાં વિવસ્વાન (સૂર્ય) દ્વારા મનુ ભગવાનને કર્મયોગનું તત્વજ્ઞાન મળ્યું એમ મનાય છે તેમ ત્યાં પણ મનાય છે કે સૂર્ય રાજાને પોતાના કમગનું તત્વ આપ્યું છે. એટલે શિટે ધર્મમાં રાજભકિત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com