________________
૨૪૭
. હમણાં હમણું રંગુન નજીક બૌદ્ધ ધમાં ભિક્ષુઓ વડે મુસ્લિમ ઉપર જુલ્મ ગુજારવા, તેમના ધર્મસ્થાનકે બાળી દેવાની બીના બની છે. આ બધું બતાવે છે કે ભગવાન બુદ્ધના મૂળ ઉપદેશ–અવેરથી વેર શમે છે–વેરથી વેર શમતું નથી–થી જૈન સાધુએ કેટલા દૂર છે?
હિંદુસ્તાનમાં ધર્મસંસ્થાપકો થયા, એમણે સ રચા, ધર્મને પ્રચાર કર્યો, પણ ધર્મના નામે તલવાર અહીંના કોઈ પણ ધર્મના સાધુઓએ લીધી નથી. તલ્હારના જોરે, કે બળજરીથી ધર્મ પરિવર્તન કરવાનું કામ ભારતના ધર્મોએ ન કર્યું. અહીં તે ધર્મ લોકોના જીવનમાં તાણું– વાણાની જેમ વણાઈ ગયો છે તેની સાક્ષી ઇતિહાસ પૂરે છે. તેમ જ આજે અહીં જેટલા શ્રેષ્ઠ માણસો મળશે તેટલા દુનિયામાં કયાંયે નહીં મળે.
આ તે ધર્મના ઊંડા ખેડાણની વાત થઈ ભારત અંગેની. ત્યારે ચીનમાં એવું ન થયું. ત્યાં બીજા વિશ્વયુધ્ધના અંતે લહિયાળ ક્રાંતિ થઈ અને રાજય દ્વારા ક્રાંતિની વાત થઈ છે. તેનાં કારણોમાં તો ચીનના પ્રાચીન ધર્મો છે. જે બે ધર્મ સંસ્થાપકો થયા તેમાં એક વ્યકિતગતવાદને પ્રચાર કર્યો અને બીજાએ રાજ્ય વ્યવસ્થાવાદને, પણ, એમાં પરસ્પરતાના કારણે એકાંગી પણું આવી ગયું. સંઘ દ્વારા સમાજનું રાષ્ટ્રવ્યાપી ઘડતર ન થયું. બૌદ્ધ ધર્મ સંઘનો પાયો નાખ્યો પણ તે ઉપર ચેટિયું જ કામ થયું. કાં તે બૌધ્ધ ભિક્ષુઓ રાજ્યાશ્રિત બન્યા, કાં તે બૌધ્ધ લામાઓ પોતે રાજયકર્તા બન્યા. પરિણામે પ્રજામાં બૌદ્ધ ધમ પ્રતિ તિરસ્કાર વધવા લાગ્યો. રશિયા નજીક હેઈ એનો ચેપ ચીનને લાગે. કોરિયાની લડાઈ તેમજ ચીન–જાપાનનું યુધ્ધ એમાં કારણ બન્યું. ચીની સત્તામાં પલટો આવ્યો અને લાલ ચીન સામ્યવાદી થયું! જૂના ચીનમાં જાગીરશાહી, મઠશાહી અને અમલદારશાહીના એટલા બધા જુલ્મો હતા કે બધાયે પ્રારંભમાં સામ્યવાદી ચીનને વખાણ્યું અને તે ચીની પ્રજાની સુખ-સંપત્તિનો વધારે કરશે એમ માન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com