________________
કારણ કે કેવળ વ્યકિત કલ્યાણથી કાર્ય ન પડે; તેની સાથે સમાજ અને રાષ્ટ્ર જોડાયેલા જ છે. વ્યકિતગત વિકાસ કરવા માટે કદાચ છેડે સમય લાગે, પણ સમાજ અને સમષ્ટિ સાથે અનુબંધ ધર્મમાં ન હેય તે સર્વાગી આત્મકલ્યાણ ન થઈ શકે અને તે ધર્મ વ્યાપક ન બની શકે. ધર્મના સિધ્ધાંતે જ્યાં સુધી સમાજમાં વ્યાપક ન બને એ રાષ્ટ્રવ્યાપી ન બની શકે. તાઓ ધર્મનાં મંડાણ વ્યકિતગત સાધના સુધીના હતા, પરિણામે ચીનમાં વ્યકિતવાદ આવ્યું અને તે સુસંગઠિત ધાર્મિક રાષ્ટ્ર રૂપે ન રહી શકયું.
(૨) કેન્સયુશિયસ : ચીનના બીજા મહાપુરૂષ કન્ફયુશિયસ થયા. એમણે ચીનની રાજ્યવ્યવસ્થા સુધારી. વ્યવસ્થા માટે પરસ્પર સંબંધને સિધ્ધાંત બતાવ્યો અને માનવતાને પ્રચાર કર્યો. પરસ્પરતાના સિધ્ધાંતમાં રાજા-પ્રજા, પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ તેમજ મિત્ર -મિત્ર એમ પાંચ પ્રકારના સંબંધની સમજણ છે. માનવતાને તેમણે પાંચ આધાર બતાવ્યા –પ્રેમ, ન્યાય, શ્રદ્ધા, વિવેક અને નિષ્ઠા.
જ્યારે બૌદ્ધ ધર્મે ચીનમાં પ્રવેશ કર્યો ત્યારે આ બે વસ્તુને પાયે લોકજીવનમાં નખાઈ ચૂક્યો હતો, એટલે ચીનમાં બૌધ્ધ ધર્મ જુદી જ રીતે મૂલ્ય ફાલ્યો.
આપણે બૌદ્ધ ધર્મને એક સરખે માનીએ છીએ અને ભારત, લંકા, બ્રહ્મદેશ, તિબેટ, ચીન અને જાપાનના બૌદ્ધ ધર્મને એક કક્ષામાં મૂકી દઈએ છીએ. પણ ખરું જોતાં બૌદ્ધ ધર્મ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ગોઠવાય છે. જ્યાં તેને ઉગમ થયે ત્યાંના સાધુઓ બીજે ગયા હોય પણ એમના શિખે ત્યાંના જ વતની હોઈને અને ત્યાંના સંસ્કારોથી ઘડાયેલા હેઈને તેમણે બીજી જ રીતે બૌદ્ધ ધર્મને પ્રચાર કર્યો હશે એમ માની શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com