________________
૨૪૫
કરી રહ્યું છે. તે ધર્મને પંચશીલને પાયો કેમ નથી રહો એ વિચારવાની વાત છે. આ માટે આજના ચીનની પરિસ્થિતિ જોઈએ. ચીન આજે બે ભાગમાં વિભકત છે. એક મોટો ભાગ સામ્યવાદી - ચીન તળે છે. એ લાલચીન કહેવાય છે. બીજે નાને સરખો ભાગ રાષ્ટ્રવાદી ચીન કહેવાય છે જેના નેતા ચાંગ કાઈ શકે છે. તે ભાગ અમેરિકન બ્રિટીશ જૂથ વચ્ચે ઘેરાયેલો છે. લાલચીનમાં બૌદ્ધ ધર્મની અસર નહિંવત છે. તેણે રિબેટમાં જે રીતે લામાઓ સાથે વર્તાવ કર્યો છે તે ઉપરથી તેનું નામ બદનામ થયું છે, પણ ચીનમાં બૌદ્ધ ધર્મને આટલો બધે ફેલાવે છતાં; બૌદ્ધ ભિક્ષુઓ ઉપર થયેલ અત્યાચારોને ચીની જનતા જોઈ શકી, તેના સંદર્ભમાં ચીનને જનો પ્રાચીન ધર્મ ઇતિહાસ જાણવો જરૂરી છે.
(૧) લાજે : ભુતકાળમાં ચીનમાં બે મહાપુરૂષો થયા. (૧) વાજે, (૨) કોશિસ. લાજેએ “તાઓ ધર્મનું પ્રવર્તન કર્યું. તેના માટે તેણે “તાઓ તે કિન” નામનું પુસ્તક લખ્યું. એમાં આધ્યાત્મિક જીવન અને ઉપદેશ ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વખાણ થયેલું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સૃષ્ટિ સંચાલન સર્વવ્યાપી શકિત “તાઓ” દ્વારા થાય છે. “તાઓએ ચિન અને યાંગ (પ્રકૃતિ અને પુરૂષ)ને બનાવ્યા. એ પ્રકૃતિથી વિરૂદ્ધ ચાલવું તે હિંસા છે. લાજેનો આ ધર્મ એકાંત આત્મચિંતન ઉપર વધારે જોર આપતો હતો. તેણે દરેક વ્યકિતની શ્રેષ્ઠતા માટે ત્રણ વસ્તુઓ બતાવી; “પ્રેમ, નમ્રતા અને સમયાનુકૂળ સંસારમાં સદાચાર પૂર્ણ જીવન ગાળવું. પ્રેમથી વીરતા, નમ્રતાથી મહાનતા અને સમયાનુકુળ સદાચારથી અધિકારની રક્ષા મેળવાય છે. તાઓ ધર્મ વ્યકિતવાદનું જ પ્રતિપાદન કરતો હોઈને તેની લાંબી વ્યાપક અસર ચીન ઉપર ન રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com