________________
૨૩૪
રાખવું પડશે. પિતાની જાત ઉપર કઠોર રહીને પણ બીજા પ્રતિ ઉદારતા દાખવવાથી, સમષ્ટિ સુધી પહોંચવાને આનંદ મળશે. માતાને પોતે જમે
એના કરતા, બાળક જમી લે એમાં વધારે આનંદ આવે છે. એવી જ રીતે સાધક ને ત્યાગ-તપમાં આનંદ આવતો જોઈએ. જુદી જુદી રીતે માણસની તાવણી થાય તો તેમાંથી આનંદરસની ચાસણું મળે. તે સમષ્ટ સુધી આનંદરસ ચખાડે.
ચંદ્રગુપ્તના સમયમાં બાર વર્ષના દુકાળમાં સાધુઓએ અનશન એટલા માટેજ કર્યા હતાં. ભગવાન મહાવીરે છ છ મહિનાનાં તપ કર્યા, અભિગ્રહ કર્યો, સાડાબાર વર્ષ મૌનમાં રહ્યા. ત્યારે ઘણું લોકો એમને કષ્ટ પણ આપતા અને પ્રલોભને પણ આપતા. ભગવાન મહાવીરે તપ સાથે સમતાની સાધના પણ રાખી. એ તપમાંથી સમષ્ટિ પ્રેરાય છે. તેના દાખલા રૂપે મૃગલે સાધુને ગોચરી માટે લઈ જાય છે. દેડકો (નંદન મણિયાર,), ચંડકૌશિક વિષધર, સસલો, વ અહિંસક બને છે. એટલે તપ સાથે સમતા સાધીને સમષ્ટિ સાથે આત્મીયતા કેળવવાની રહે છે.
પતે મરીને બીજાને જીવાડવાની સરકૃતિની રક્ષા માટે અનશન છે. આ વિષે આ યુગમાં ઉપવાસ-અનશનની હારમાળા અંગે જ્યારે ગાંધીજી વિચાર આવ્યો ત્યારે તેમણે પિતાના વહાલસરી વિનોબાજીને લખ્યું. વિનોબાજીએ લખ્યું : “આ બહુ જ સુંદર વિચાર મને લાગ્યો. આપ આ ચલાવે. હું આપ ગયા પછી ખુશીથી સંભાળીશ.” ગાંધીજીના અનશને તેમની લોકો સાથે અને વિશ્વ સાથે કેટલી વ્યાપક આત્મીયતા જગાડી હતી તે સર્વવિદિત છે
જૈન ધર્મ કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ત૫ પછી એને વ્યાપક બનાવવા માટે વીય ફોરવાનું હોય છે–બ્રહ્મચર્ય પાળીને પ્રયત્ન કરવાનું છે. એમાંથી ચતુર્વિધ સંઘ નીકળે છે. જે વૈદિક ધર્મનું આટલું ખેડાણ ન હેત, બૌદ્ધ ધર્મને મધ્યમ માર્ગ ન હોત તે જૈન ધર્મમાં સંશોધન કરવાની ખૂબી કયાંથી આવત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com