________________
૨૨.
આપણે જોઈ ગયા તેમ જૈનધર્મ તે ચાર તીર્થમાં બે તીર્થ તો નારીનેજ સેપ્યા છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચારેને સાથે રહેવાનું સૂચવ્યું છે. સાધુઓ ઘેર ઘેર ભિક્ષા લેવા જાય છે ત્યાં તેમને મેટા ભાગે તે સ્ત્રીઓના હાથેજ ગોચરી લેવી પડે છે. જે સ્ત્રીના પડછાયા માત્રથી બગડી જવાતું હોય તો સાધ્વીઓને પુરૂષ કેમ વાંદવા જાય? જૈનધર્મ તે નારીને પણ કલ્યાણમયી માને છે. વિકારોથી સજાગ રહેવાનું વિધાન અવશ્ય છે. તે જેમ પુરૂષ માટે છે તેમજ સ્ત્રી માટે પણ છે. એમાં જોખમ નથી; અને છે તો જોખમ ખેડીને પાર ઉતરવા જેવું છે.
આટલી બધી સ્પષ્ટ વસ્તુ હોવા છતાં જેઓ ઊંડાણમાં નથી ઊતર્યા અને રૂઢિને પકડીને બેઠા છે તેઓ કહે છે કે “સ્ત્રી કથા ના કરવી!” એટલે કે સ્ત્રી સંબધી વાતજ ન કરવી! શાસ્ત્રમાં તે ઠેર ઠેર સ્ત્રીઓની કથા જ નહીં; અંગોપાંગના વણને પણ આવે છે. સ્ત્રી કથાને ખરો અર્થ તે એ છે કે સ્ત્રીઓના વિકારની કથા ન કરવી. માતજાતિમાં પડેલા, વાત્સલ્ય, સેવા, દયા, ક્ષમા, વગેરે ગુણેને કેમ ભૂલી શકાય? માતજાતિજ રત્નકક્ષ ધારિણી છે. તેણેજ જગતના મહાન પુરુષોને જન્મ આપે છે. એ ભૂલી જઈને તેને તરછોડવાથી કે અપમાનિત કરવાથી બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં અને તેના અનુરૂપે સંયમ-સાધનામાં કચાશ રહેશે.
- જૈન સાધુ માટે તે જૈન ધર્મે કહ્યું છે: “તું મુનિ ભલે થા. એક કુટુંબને છેડી જગતને કુટુંબ માનજે. શ્રાવકશ્રાવિકાને માતા-પિતા સમાન માનજે. તેમજ પોતાના કુટુંબને પણ સંયમના માર્ગે ખેંચજે! ભગવાન મહાવીરે પિતાની એક માત્ર પુત્રીને અને જમાલિ નામના જમાઈને સંયમ માર્ગે ખેંચ્યા. એવુંજ અન્ય મહાપુરૂષેનું છે. ભગવાન બુદ્દે રાહુલને ખેંચો. ઈસા મસીહે ગેલેલિયો જેવા માછીમારને સંયમના ભાર્ગે જવાનું શીખવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com