________________
૨૩૧
તેઓ એટલા બધા પાકા ન હતા છતાં બહાચર્યને અખતરો કરવા માટેનું તેમણે જોખમ ખેડયું હતું.
ભગવાન મહાવીરના સમયે શ્રેણિક રાજાની પત્ની ચેલાને પણ એક પ્રસંગ છે. રાત્રે હાથ બહાર રહી જતાં, કકડતી શરદીમાં હાથ હુંઠવાઈ જતાં તેના મુખમાંથી શબ્દો નીકળે છે. “એ બિચારાનું શું થશે?”
રાણીના મનમાં તે વખતે ઉપવનમાં ખુલ્લામાં તપ કરતાં જોયેલાં મુનિ હતા, પણ રાજા વહેમાય છે અને સવારે ધુંઆ થ ભગવાન મહાવીર પાસે જાય છે. ભગવાન મહાવીરે શ્રણિકની શ કાનું સમાધાન કરીને કહ્યું “ તમને ચેલણ જેવી પતિવ્રતા સ્ત્રી પ્રત્યે ખોટી શંકા છે. એથી ચલણ સાથે જ નહીં, આખી નારી જાતિ પ્રતિ અન્યાય થશે!”
ભગવાન મહાવીર રહસ્ય ખુલું કરે છે અને શ્રેણિકને પશ્ચાતાપ થાય છે. જે ભગવાને સ્ત્રીઓથી અતડા રહીને જ બ્રહ્મચર્ય સાધનાની વાત કરી હતી તો તેઓ બહેનોના આવા અટપટા પ્રશ્નો લઈને ચદનબાળા સાધ્વીના માધ્યમથી અગર તે પોતાના અનુભવથી તેને ઉકેલ ન કરી શકત!
ખરેખર જોવા જઈએ તે નારીને બ્રહ્મચર્યમાં બાધક જેનધર્મો કદી માની નથી. એટલે જ મલ્લિનાથ સ્વામી સ્ત્રીવેદે પણ તીર્થકર થયાં છે એમ બતાવ્યું છે. તેમજ પંદર ભેદે સિદ્ધ કહ્યાં તેમાં
સ્ત્રીલિગ સિદ્ધા' પણ કહ્યું છે. ખરું જોતાં નારીમાં વિકાર નથી; તે પણ નિર્વિકાર બની શકે છે. જેમાં પુરૂષ બને છે. પણ, જે તેનામાં વિકાર ન જેવો હોય તે પહેલાં પોતાનો વિકાર દૂર કરવો જોઈએ અને તેના પ્રત્યેક અંગમાંથી ઝરતા વાત્સલ્યનું પાન કરવું જોઈએ. રય નેમિમુનિને કોઈ પૂછે તે ખબર પડે કે તે વિકારમયી છે કે પ્રેરણામૂતિ? બાહુલિને પ્રેરણા પણ એજ નારીએ આપી હતી. જો કે અહક, આકુમાર વગેરે કેટલાક સાધુઓ સ્ત્રી આશકિતથી સંસારમાં પાછા ફર્યા હતા, પણ અંતે તે એજ નારીની પ્રેરણાથી ઉપર આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com