________________
નથી; સંયમ તો રસિક્તાને પૂજ છે, જેમાંથી નિર્દોષ સુખ આનંદ મળે છે. શ્રી અરવિંદે કહ્યું છે –“ તમે દરેક વસ્તુને ઉપગ ભલે છેડે, પણ ઉપયોગ ન છોડે! બધી વસ્તુઓને તજશો તે એને સ્વાદ ચાલ્યો જશે.” એટલે જ નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લેવામાં વાંધો નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે :
તેના તેના મુળીયા: – પદાર્થને ઉપયોગ કરવો હોય તે એના દોષને તજીને ભેગ. એનું નામ છે ત્યાગ કરીને ભોગવું. શ્રીકૃષ્ણમૂર્તિએ બધા સંબંધને તટસ્થ તપાસવાની વાત કરી છે. જેનધર્મ કહે છે કે–બધા સંબંધોને મીઠા બનાવે; નિર્દોષ બનાવે એમાંથી મીઠાશને ચૂસી લે-ભ્રમર જેમ રસ લે છે પણ બીજું ગ્રહણ કરતો નથી; તેમ દરેક માનવીએ વસ્તુમાંથી સત્યને રસ ચાખ જોઇએ. આ રસિકતાને ગુણ છોડવાની વાત જૈન ધર્મે ન કરી. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨મા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે કે વિષયો પતે બંધનકારક નથી; પણ તેમાં મૂછ અને આશક્તિ બંધનકાર છે. આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં મેં લખ્યું છે –
જે વિકૃત રસની ઝંખના વધારે તે વિલાસ જે સંસ્કૃત રસની લિજજત ચખાડે તે સંયમ
–આ વાકયો મેં બહુમંથનના અંતે લખ્યાં છે. તટસ્થ રહીને દરેક પદાર્થ કે સૈદયમાંથી નિર્દોષ રસ લેવાની વાત જેનાગમોમાં છે. પણ, દુર્ભાગ્યની વાત એ છે કે જ્યાં વિકાર-મૂછ ને કાઢવાની વાત હતી અને તેનાં સ્થાન–મનને કાબૂમાં રાખવાની વાત હતી ત્યાં બાહ્ય પદાર્થોમાં વિકારોનું આરોપણું કરી તેને છોડવાની વાતો આજના કહેવાતા આધ્યાત્મિક કરવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com