________________
૨૨૮
કે ચરબીવાળાં વસ્ત્રો કેવી રીતે પહેરી શકે કે એને વેપાર કઈ રીતે કરી શકે ! એટલે જ એક જૈન ભાઈએ જ ગાયું છે –
સુધરી કેમ બને સારી? જેને પડી પ્રકૃતિ નઠારી, નાના જીવને પૂજાણીથી પક્ષે, ને માણસને ચૂસે ભારી
અરેરે... નાખે મારી –મતલબ કે જેમાં અહિંસાએ વિકૃત રૂપ–વિપરીત ક્રમે પકડ્યું છે. જીવદયા તે થાય છે પણ માનવ-દયાને વિચારવામાં આવી રહી છે.
તે ઉપરાંત અહિંયાના નામે અન્યાયને પ્રતિકાર આજે જેમાં રહ્યો નથી. “તેનો જીવ દુઃખાશે” એવા લૂલા બચાવના નામે તેઓ અહિંસાને પાંગળી બનાવી રહ્યાં છે. અહિંસાનો અર્થ, બધા સાથે આત્મીયતા સાધવી એ ખરૂં છે, પણ અન્યાયને તાબે થવું, કે કાયર થઈને સહેવું એવું જૈન ધર્મમાં ક્યાંયે લખ્યું મળતું નથી.
અન્યાયના પ્રતિકાર માટે સાપરાધીની સાથે રણસંગ્રામમાં ઝઝૂમે; એવા ચેટક રાજાના કેણિક સાથેના સંગ્રામમાં એક કરોડ એંસી લાખ માણસ મરી જાય છે છતાં રાજા ચેટક શ્રાવક આત્મભાન નથી ચૂકતા. આ છે ભગવાન મહાવીરની બતાવેલ અહિ સા–એની વ્યાખ્યામાં જૈન ધર્મના મહાન આચાર્યોએ ખૂબ જ વિકાસ કર્યો છે. [૨] સરસ સંયમ : ' જૈનધર્મની બીજી ખૂબી છે સંયમ. સંયમ અંગે જૈનધર્મની દષ્ટ એકાંગી કે શુષ્ક નથી; પણ સંયમને સરસ અને વ્યાપક બનાવવા અંગે ઘણું કહેવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંયમ વિષે કહ્યું છે –
નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, હો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જે થી જે જીરેથી નીકળે –આ છેડે કે પિલું છોડે એ બાહ્ય ત્યાગ એજ માત્ર સંયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com