________________
પરીક્ષા લીધી. તેણે ખીર બનાવી. ત્રણેને જમવા બેસાડ્યા. તે જ વખતે શિકારી ભૂખ્યા કુતરાને પણ છોડયા. મોટે રાજપુત્ર તે કુતરાને જોઈ ભાણું મૂકીને ભાગે. રાજાએ વિચાર્યું આ તે ડરપોક છે. તે શું રાજ્ય ચલાવશે? બીજા રાજપુને પિતાની તલવાર ખેંચી અને તે ઊભું થયું. રાજાને થયું કે આ તો કેવળ સશસ્ત્ર પ્રતિકારમાં જ માને છે. પ્રજાને કચડીને જ રાજ્ય કરશે. ત્રીજે રાજપુત્ર ત્યાંથી ન ભાગે પણ પિતાની પાસેની ખીરની થાળીમાંથી થોડીક પેલા કુતરા તરફ આગળ કરી; અને પોતે નિરાંતે ખાવા લાગ્યો. રાજાએ વિચાર્યું કે આ અહિંસક ઢબે રાજ્ય કરી પ્રજાને પાળશે અને પિતે સુખેથી રહેશે. તેણે એને રાજ્ય સેપ્યું. * આ દષ્ટાંત ભલે કલ્પિત હેય પણ એમાં અહિંસાને વહેવારમાં ઉતારવાની કળા બતાવી દીધી છે. “જીવો અને જીવવા દે”નું સૂત્ર પણ એમાંથી નીકળે છે.
| સર્વે સાથે આત્મવત ભાવ રાખવાની વાત ગીતામાં કહી છે; તેને જૈન ધર્મો વહેવારમાં આચરી બતાવી છે. રાજા માટે શબ્દ આવે છે : “ગો-બ્રાહ્મણ પ્રતિપાલ !” એમાં ગાયની રક્ષાની વાત આવી. એ ગાય કયાંથી આવી? એ જંગલમાંથી આવી ત્યારે અહિંસક તો નહતી જ. આફ્રિકામાં જંગલી ગાયને જોશો તે તરત જ મારવા દોડશે. માણસે તેને પિષણ આપ્યું, વહાલ આપ્યું; આત્મીયતા સાધીને તેની પાસેથી કામ લીધું. તેથી જ આજે ગાય મનુષ્ય માટે વારસલ્યનું સાધન બની શકી.
ગ્રીક સામ્રાજ્યની વાતોમાં એક ગુલામની વાત આવે છે કે તેણે સિંહના પંજામાંથી કાંટે કાઢી નાખે, પરિણામે સિંહ તેનો મિત્ર બને. જયારે ગુલામ પકડાયા અને સિંહના પાંજરામાં તેને મૂક્વામાં આવ્યો તે એ જ સિંહ હતો. તે એને મારવાના બદલે, તેના પગ ચાટવા લાગે.
અમે જ્યારે કાઠિયાવાડમાં સં. ૧૮૮૬માં ગયેલા. એક છોકરાને ગાયને ધાવતા જે. મને આશ્ચર્ય થયું કે ગાય તેને લાત કેમ મારતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com