________________
૨૨૫
મૂકીને ધ્યાન ધરવા ન બેસી ગયા. ગામે-ગામ પાદવિહાર કરીને તેમણે સંધને વ્યવસ્થિત કર્યો. ગણધરો બનાવ્યા અને સંઘમાં વિકેન્દ્રીકરણ કરી બધાયનું વ્યવસ્થિત સંચાલન અને માર્ગદર્શન કરી-કરાવી શક્યા.
તેમણે દરેક બાબતમાં ત્રણ તો વિચાર કરવાનું કહ્યું – (૧) –એટલે દરેક વસ્તુમાં જાણવા જેવું જાણો, (૨) હેય. તેમાં છોડવા જેવું હોય તેને ત્યાગ (૩) ઉપાદેય એટલે કે પ્રહણ કરવા લાયક હોય તેને લેવું ! આજ વહેરિક સમન્વય વ્યક્તિવાદી વિચારધારાઓને છે. સાથે સાથે સાધુઓ માટે એ વસ્તુ બતાવી દીધી કે તમારે દરેક ક્ષેત્રના, સમાજના પ્રશ્નો જરૂર લેવા; ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા પણ આપવાં, પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પ્રતિબંધ રાખ્યા વગર દરેક ક્ષેત્રના પ્રશ્નોમાં વિચારવું. આ આખી દૃષ્ટિ જૈનધર્મો આપી. એથી જ જૈન ધર્મ સંધવ દી હોઈ વહેવારમાં અહિંસાને અચરાવવાની શક્યતા ઊભી કરે છે. ભગવાન મહાવીરે આજ ચાલના જુદા જુદા ધર્મોને આપી. અહિંસાનું સર્વ સામાન્ય આચરણ :
કેટલાક લોકો આ રહસ્યથી અજાણ હોઈને કહે છે કે તેઓ તો મહાપુરુષ હતા; એ તેઓ જ આચરી શકે; સામાન્ય માણસ ન આચરી શકે. એના માટે વહેવાર સૂવ-ભાષ્ય અને બૃહકલ્પ સૂત્ર ભાષ્ય જેવા જેવા છે. જેમાં અહિંસાને સર્વસામાન્ય રીતે આચરણીય બનાવવા માટે ખુલાસાથી કહેવામાં આવેલું છે. સાધુઓ માટે પણ જૈનાચાર્યો અહિંસાના વહેવાર સંબંધી કેટલી ઝીવટથી ઊતર્યા છે તેના ઘણું દાખલા મળે છે.
વહેવાર ભાષ્યને એક દાખલો લઈએ.
એક રાજા હતો. તેને ત્રણ દીકરા હતા. સામાન્ય પરંપરા પ્રમાણે મોટા દીકરાને ગાદી મળવી જોઈએ. પણ, રાજાએ વિચાર્યું કે પ્રજાપાલક, ગુણી અને અહિંસકને મારે ગાદી આપવી છે. તેણે તેમની
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com