________________
૨૨૩ '
શકે છે તેમ રાજર્ષિ પ્રસન્નચંદ્રના માનસિક અધ્યવ્યવસાય ઉપરથી ભગવાન મહાવીર કહી ગયા છે. આ વાત જેનેએ તેમજ અન્ય દરેક ધર્મોએ સમજવા જેવી છે.
જૈનધર્મ ભાવ-અહિંસાના આચરણ ઉપર ઘણું જોર આપ્યું છે, પણું આજે જૈનધર્મને એકાંત આત્મવાદ તરફનો વળાંક એનાથી તદન વિરૂદ્ધ દિશામાં જ લાગે છે. વિશ્વ ચૈતન્ય સાથે રમણ કરવું એ આત્માને ધર્મને સ્વભાવ છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે ઈતર માનવ સમાજોની વચ્ચે જવાય; તેમનો સંપર્ક સધાય. “અમને શું !” એમ કહીને જે ઉદાસીનતા કે ઉપેક્ષા આત્મવાદના નામે સેવવામાં આવે છે તે ખેટો છે. આ અંગે જૈન તીર્થકરોના જ દાખલો લઈએ. તીર્થકર અને વહેવાર ધામ
ભગવાન ઋષભદેવ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા. તેઓ પરણયા, રાજ થયા અને તેમણે બીજે વહેવાર પણ કર્યો. તેમણે લોકોને ખેતી-કળા-હથિયાર વિદ્યા શીખવી અને સમાજ રચના કરી. એટલું જ નહીં જ્યારે એમને લાગ્યું કે હવે લેકીને અધ્યાત્મ વિદ્યા શીખવવી જરૂરી છે ત્યારે તેમણે દીક્ષા લીધી. અહીં સમજવા જેવી વાત એ છે કે ત્રણ જ્ઞાનના ધારક, પરમ અવધિજ્ઞાની એવા એ ક્ષાયિક સમકિત પુરૂષ માનવસમાજને દરેક પ્રકારને વહેવાર જાતે આચરે છે અને બીજા પાસે અચરાવે છે. એની સાથે એકાંત આત્મવાદને કયાં મેળ થાય છે?
પ્રભુ પાર્શ્વનાથ પણ બધે વહેવાર કરે છે. એટલું જ નહીં પાડોશીધર્મ બજવવા માટે સેના લઈને લડવા પણ જાય છે. પછી પરણે છે અને રાજ્યની બધી સુવ્યવસ્થા જોયા બાદ સંયમ લે છે.
ભગવાન મહાવીર પણ બધે વહેવાર પાળે છે. મા-બાપને રાજી રાખવા પરણે છે; ભાઇને રાજી રાખવા બે વર્ષ સંસારમાં વધારે
કાય છે. પછી વર્ષો દાન કરે છે. આ વર્ષીદાન પણ સમજવા જેવું છે. તેમાં દરેકને કોઈપણ જાતના ભેદભાવ વગર તેઓ દાન કરે છે. દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com