________________
૨૨૧
કે અનેકાંતવાદ કહે છે. સાચી અહિંસાનું પાલન અનેકાંતવાદની દ્રષ્ટિ વગર ન થઈ શકે !
જે એ દષ્ટિએ બધા ધર્મોને જોવા જઈએ ઉદારતાથી બધા ધર્મો એક બીજાને જુએ તે ધર્મના ઝઘડા ટકી શકે નહીં. જ્યારે ધર્મને અર્થે વિશ્વ ચૈતન્યમાં રમણ કરવાને છે ત્યાં આત્મ-એકતા સાથે ઝગડો ટકી શકે જ નહીં. ધર્મના નામે ઝઘડે કરવો એ માનસિક અને વૈચારિક હિંસા છે અને હિંસાને ધર્મ સાથે કશો સંબંધ નથી.
ભગવાન મહાવીરે આ વસ્તુને બરાબર સમજી લીધી હતી. એટલે તેઓ અહિંસાનાં ઊંડાણમાં ઊતર્યા. તેમણે કહ્યું: “માત્ર બાહ્ય (દ્રવ્ય) હિંસાજ હિંસા નથી પણ, આંતરિક હિંસા (ભાવ) એ પણ મોટી હિંસા છે,” પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને તંદુલ માછલાના દષ્ટાંતોથી એ વાત સારી પેઠે સમજી શકાય છે.
ઈભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને ઘણુ વખત પ્રશ્નો પૂછતા અને તેના જવાબમાં એમ પણ પૂછતાઃ “ભગવન્! વિચારું છું તે વાત બરાબર છે?”
ભગવાન મહાવીર સ્વામી તે વસ્તુ બરાબર હોય તે તેને બરાબર કહેતા જો કંઈક તત્ત્વ ખૂટતું હોય તે કહેતાઃ “બરાબર નથી!”
ગૌતમ સ્વામી પૂછતાઃ કંઈ દષ્ટિએ, કઈ રીતે આ બરાબર છે, કે આ બરાબર નથી?”
એટલે ભગવાન તે વાતને બીજાની દ્રષ્ટિએ, બીજાની ભાષામાં, પારિભાષિક શબ્દ પ્રમાણે સમજાવતા. તેઓ દરેક વસ્તુને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની કસોટીએ કસીને, તેને આચરણમાં મૂકવાની વાત કરતા. આનેજ તેમણે અનેકાંત એવું નામ આપ્યું હતું.
આવો અનેકાંત કુટુંબ જીવનમાં પણ જોવા મળે છે. કોઈ માણસ માંદો પડે તો કુટુંબને આગેવાન તેને કહે છે: “તમારે ખિચડી. ખાવી.” પણ, તે સાજો સારો થઈ જાય ત્યારે તેના માટે ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com