________________
૨૨૨
પિષ્ટિક ખોરાકનું વિધાન કરશે. આ વખતે પેલો માણસ જે એમ કહે કે “તમે તો ખિચડી ખાવાનું જ કહ્યું હતું એટલે હું તો ખિચડી જ ખાઈશ.” તે એ બરાબર ન કહેવાય. કાંતે તેણે પોષ્ટિક ખોરાક લે પડશે નહીંતર તેનામાં શક્તિ નહીં આવે, એજ રીતે ધર્મ અંગે પણ દ્રવ્ય-કાળ-ક્ષેત્ર-ભાવને વિચાર અનેકાંત છે, અને તે જરૂરી છે. સર્વાગી નજર :
ઘણા લોકો આ વાતને સમજી શકતા નથી. તેઓ કહે છે કે સર્વોએ જે દીઠું છે તેથી અન્યથા ન હોઈ શકે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે એમાં ફેરફાર હેઈજ ન શકે. આમાં બે બાબતે વિચારવાની છે. એક તે સર્વજ્ઞોએ જે કહ્યું તેને અંશ માત્ર વાણીમાં આવ્યો છે અને તેને લિપિબદ્ધ કરીને સર્વ આપી નથી ગયા. અત્યારના દરેક ધર્મો માટે એ વાત એટલેજ અંશે સત્ય છે. લિપિબદ્ધ શાસ્ત્રો થયાં ત્યારે તેના ઉપર ઘણાં કાળના સંસ્કારે ચડી ગયાં છે. તે ઉપરાંત એક મહાન વસ્તુ એ પણ સમજવાની છે કે સર્વજ્ઞોએ કદિ બીજા ધર્મો સાથે લડવાનું કે હિંસા કરવાનું કદિ જણાવ્યું નથી. એટલે જે આપણે પાસે ઉપલબ્ધ છે તેને પૂર્ણ પત્તો મેળવવા માટે અંશને વિશાળ અર્થમાં જોવા માટે અનુભવની એરણ ઉપર મૂકવાં જ પડશે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે :
જે ૫૦ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંતો તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે?
અનુભવ નેચર માત્ર રહ્યું તે જ્ઞાન જ છે આજે “ધર્મ આવે છે કે ધર્મ તે છે” એ વાદવિવાદ મોટા પાયે ચાલે છે. અને પોતાના મતને શ્રેષ્ઠ માનીને બીજાને ઉતારી પાડવાનો પ્રયાસ થાય છે. એને જૈનધર્મે ભાવ-હિંસા કહી છે અને તે ઉત્કૃષ્ટ આચરાય તે મોક્ષે જનારો પણ સાતમી નરકનું બંધન બાંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com