________________
રર૦
નધમેં કહ્યું તે અહિંસા છે. અહિંસા એટલે કોઈને પણું જીવન પ્રાણથી રહિત ન કરવું, આત્મીયતા સાધવા માટે જીવન-પ્રાણ જરૂરી છે. કોઈ મડદાં સાથે આત્મીયતા સાધતું નથી. એટલે અહિંસાનું તત્વ માનવામાં વિકસશે ત્યારે સૌથી પહેલાં એની ઉદારતા પિતાના જેવા માનવ પ્રતિ વરસશે તેને બધા માના પિતાના જેવા લાગશે. તે એમની વચ્ચે વેર-વિરોધ કે ભેદ ભાવ નહીં નિહાળે પણ બધાને સમાનભાવે જોશે.
આ માનવસમાજમાં અલગ અલગ ધર્મો, સમાજે, સંસ્કૃતિઓ વિચારધારાઓ હશે. દેશ-રાષ્ટ્ર-પ્રાંત વગેરેના ભેદ પણ હશે. ભાષાઓ પણુ અલગ હશે, ત્યારે ખરે મુમુક્ષુ જે જે કક્ષાએ હશે તેને તે કક્ષાએ નિહાળીને આત્મીયતા અનુભવશે. પણ કોઈના તરફ ઘણુ-દ્વેષથી નહીં જુએ કે તેમના નાશની કલ્પના નહીં કરે. કોઈ ધમ વાળા પહેલે પગથિયે હશે; તેના માટે વિચારશે કે તેમને બાકીનાં પગથિયાં ચડવાના છે. એવી જ રીતે બીજે-ત્રીજે અને તેથી ઉપરવાળાં પગથિયાંના લોકોને વિચાર કરશે અને સમભાવથી જોશે. પિતાને ઊંચે કે બીજાને નીચે નહીં કહે. વિચારની અહિંસા :
એક મંદિરની સાત ટોચે છે. તેમાં આવનાર અલગ અલગ ટોચે હોય તો તેની સાથે જેમ ભાવિક દર્શકને ભેદભાવ નહાય-તે તે બધાને શ્રદ્ધાથી માને છે. એવી જ રીતે સાચે અહિંસક બધા માનવસમાજને તેના ધોરણ પ્રમાણે નિહાળશે. એક નિશાળ છે તેમાં પહેલું ધોરણ પણ છે. અગ્યારમું પણ છે. હવે અલગ અલગ ધોરણમાં બેસનાર વિદ્યાર્થીઓ ઝાડ ન કરે અને પિત પિતાના ધોરણમાં બેસે છે. એમનું ધ્યેય તે શિક્ષણનું છે. એવી જ રીતે સ્કૂલો, કલેજે કે વિશ્વ વિદ્યાલયો પણ પરસ્પર ઝઘડ્યા વગર શિક્ષણ આપવાનું કામ કરે છે. એવી જ રીતે તે દરેક ધર્મ અને સમાજને જોશે! એનેજ જૈનધર્મ સ્વાદવાદ, સાપેક્ષવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com