________________
૭૦
એનું પ્રતિબિંબ મંદોદરીના અંતરમાં પડ્યું. મંદિરીએ પણ રાવણને સમજાવવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયે. ધર્મ કોઈ ઢોલ-નગારાં વગાડીને આવતો નથી. તે તે માણસના અંતરમાંથી પ્રગટ છે. પણ જેનાં હૃદય અને બુદ્ધિ ઉપર આવરણ આવી ગયું હોય તેને તરત ખ્યાલ આવતો નથી. લંકાની પ્રજાનાં અંતરમાં તે ધર્મ હતો પણ તે લોભ અને મેહથી આવૃત્ત હતા. તેને લીધે તે પ્રજા રાજા પ્રત્યેની ફરજ સુધી જઈ શકી આગળ ન વધી શકી. રાવણની પાસે બીજું બધું હતું પણ ધર્મ નહતું. કર્તવ્યમાં કેવળ કાર્ય કરવાની ભાવનાને વિચાર રહે છે ત્યારે ધર્મમાં ન્યાયની પ્રતિષ્ઠાપના અને અન્યાયને પ્રતિકાર કરવાનું હોય છે.
આજના સમયમાં લાલચીનને એક તાજો દાખલો લઈએ. ત્યાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ એને જ ધર્મ ગણવાને કાયદે આવ્યો. એક વખત રાજ્યને હુકમ થયો કે “દરેકે, પિતાની પાસેનું તેનું રાજ્યને આપી દેવું ?”
એક બાપાએ લેવિશ થઈ રાજ્યને એ ન આપ્યું. દીકરાએ બાપાને કહ્યું : “બાપા આપી દો ! રાજ્યને હુકમ છે.”
છતાં બાપાએ ન માન્યું. દીકરાએ રાજ્ય પાસે જાહેર કર્યું. પરિણામે રાજ્ય બાપાને સમજાવવા કે દબાણ કરવાને કઈ માર્ગ નહીં લેતાં તેને ફાંસી આપવાને હુકમ કર્યો. તે બાપાને ફાંસી મળી.
હવે આપણે અંતરમાં ડોકિયું કરીને વિચારીએ કે શું આ ધર્મ હતા? આપણું હૃદય કહેશે “ના. કારણકે રાજ્યને અધિકાર કોઈની કાયદેસર હકની વસ્તુ ઝૂંટવી લેવાને ન હતો. છતાં રાજ્ય આ વટહુકમ બહાર પાડ્યો. બીજી બાજુ કર્તવ્ય ભાવના ખરી; પણ લોકોના નૈતિક જીવન-નિર્માણ માટે કંઈ કર્યું નહતું! એટલેજ એકાકી કર્તવ્યને ઠેકી બેસાડવા જતાં આ પ્રકારને અનર્થ થયો. એટલે કર્તવ્ય ન્યાયઅન્યાયને વિચાર વિવેકપુરઃસર કરતું નથી અને એ કર્તવ્ય ક્ષેત્રમાં વિશાળ ધર્મને પૂરી શકાય નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com