________________
૨૦૫
વૈદિક ધર્મના ચાર અંગે :
વૈદિક ધર્મ ચાર વાત મૂકી છે –(૧) યજ્ઞ-અને તેને વિકાસ થતાં તે તારૂપે આવ્યું. (૨) લગ્ન :–ભાઈબહેનનાં જોડાણમાંથી વિકાસ થતા થતા લગ્ન સુધી પહોંચ્યા; પૂલ સંતાન કરતાં વિશ્વ સંતાનને પણ ઉપોગી બતાવ્યાં. સ્ત્રી-પુરૂષ બંને એક બીજાના પૂરક કેવી રીતે બને તે જાણ્યું અને સ્ત્રીની પ્રતિષ્ઠા કેમ વધે તે અંગે પણ વિચાર થઈ ચૂક્યા છે. (૩) શ્રમ –પણ જીવનને સફળ બનાવવા માટે શ્રમ અને તેની વહેચણી પણ એટલી જ જરૂરી છે તે અંગે વર્ણ—આશ્રમ અને પુરૂષાર્થનું વિભાજન તેણે આપ્યું. આજે વર્ણવ્યવસ્થા બદલાઈ રહી છે તે મુજબ નવા બ્રાહ્મણે નવા ક્ષત્રિયોએ મળીને શુદ્ધ રૂપે પછાતવર્ગ, આદિવાસી અને બહેને આગળ લાવવાનાં છે. આ આખુયે કામ સંકલનાપૂર્વક અનુબંધની રીતે કરવાનું બાકી છે તે કરવું જોઈએ (૪) પ્રતિકાર :- પ્રતિકારને સંપૂર્ણ સિધ્ધાંત વૈદિકધમે સુંદર રીતે પૂરો પાડે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે “હું તારી સાથે રહીશ પણ હથિયાર નહી લઉં !” આમાં અન્યાય સાથે ભલે ગમે તેટલાં પિતાનાં શસ્ત્ર-સૈન્ય હોય; તે છતાં ન્યાયી આત્મા એના માટે લડનાર શ્રેષ્ઠ છે એનું સુંદર પ્રતીક રજૂ થાય છે. ગાંધીજીના જીવનમાંથી સાચે યજ્ઞ, સાચું લગ્ન; સાચો વર્ણાશ્રમ અને પુરુષાર્થ એ બધાં તત્વ મળી રહે છે. સાથે જ તેમણે અહિંસક પ્રતિકારનું જે વિશ્વવ્યાપી આંદોલન ચલાવેલું; તે પ્રતિકાર શકિતને ખીલવવાની જરૂર છે. સાધુસંતોએ આ કામ કેવી રીતે લેવું અને સંગઠન ઊભું કરવું તેને વિચાર કરવાનું છે. પ્રતિકાર શકિતને અહિંસા તરફ વાળીને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે.
વૈદિક ધર્મે આપેલી આ ચારેય વસ્તુઓ સર્વધર્મ ઉપાસકે સમજવા જેવી છે કારણ કે માનવસમાજને સુસંસ્કૃત બનાવવા માટે વેદિક ધર્મમાં જેટલો પદ્ધતિસરને વિચાર આશ્રમ, વર્ણ, પુરૂષાર્થ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com