________________
કરવાનું કહ્યું; એ છે સમ્યક આજીવિકા. પણ આ બધા માટે સાચે વિચાર જોઈએ; પણ અંદર તે બગાડ પડ્યો છે તેને તો કાઢવો
જોઈએ. એટલે કહ્યું કે વ્યાયામ કરજે. ખરાબ વિચારોને કાઢી સારા વિચારો ભરજે. કસરત કેવળ શરીરની નહીં, પણ મન અને બુદ્ધિની પણ કરજે. આને સાર એ નીકળે કે ખરાબ કાઢી નાંખવું અને સારું લેવું; પણ સારું આવે ક્યાંથી ? તે કહે સભ્ય સ્મૃતિ કેળવ ! અવધાન પ્રયોગ અંગેની વાતોમાં આપણે જોઈ ગયા કે શંકરાચાર્ય ઊંડા ઊતર્યા. “કે હું ?” તે કહે, “હું બ્રાહ્મણ, હું શરીર !” વધુ ઊંડા ગયા કે જવાબ મળ્યો : “અહં બ્રહ્માસ્મિ...!” જગત અને શરીર વગેરેના સંબંધે સંભારતાં સંભારતાં જગત શું? જીવ શું ? એના સંબંધ શું? એ બધા વિચારો આવશે અને સાથે જ બ્રહ્મનું અંદર સમાઈ ગયેલું સ્વરૂપ પણ બહાર આવશે. આ સ્મૃતિને પ્રતાપ છે. ત્યાર પછી જે આવશે તે છે સમ્યક સમાધિ. એમાં વાસનામાત્ર સમાઈ જશે. એટલે પછી પરમ બુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવાશે. આ આઠ માર્ગને બેધિમાર્ગ પણ કહ્યો છે. મધ્યમ માર્ગ
આપણે વૈદિક ધર્મને શું તે જણાશે કે તે મોટા ભાગે ગૃહસ્થને જ ધર્મ છે; સન્યાસાશ્રમ ત્યાં છે પણ તેને એટલે ખુલાસે મળતા નથી. ત્યારે જૈનધર્મને શું છે તે તદન આત્મ-સાધકના ધર્મ જે છે તેમાં ગૃહસ્થજીવન અંગે સ્પષ્ટ માર્ગદર્શન નથી; જે સાધક માટે કરવામાં આવ્યું છે. ત્યારે બૌદ્ધ માર્ગ બન્નેની વચ્ચેના મધ્યમ માર્ગની ગરજ સારે છે. એટલે ગૃહસ્થો ભેગ-વિલાસમાં રહે તે તેમને સાધુમાર્ગની ખબર ન પડે તે માટે દરેક બૌદ્ધ માટે એ જરૂરી છે કે તે નાનપણમાં એક વાર તો સાધુ થાય ! તેને એ ખ્યાલ રહે જોઈએ કે તું નાનામાં નાનો છે ભિક્ષા માગનાર છે એ ખ્યાલ રહે. બર્માના વડાપ્રધાન ઉનું પણ બૌદ્ધ સાધુ તરીકે રહ્યા હતા. ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com