________________
૧૩
હેય. માટે દોષને દૂર કરે અને સંયમને પાળે. બુદ્દે આમ યજ્ઞનું ખંડન ન કર્યું પણ ન વળાંક આપો. ગૃહસ્થને ન આદર્શ :
બૌદ્ધ ધર્મની બીજી વિશેષતા છે ભિક્ષા અને દીક્ષાની. રાજા હોય કે પ્રજા હોય. તેણે દીક્ષા તે લેવી જ જોઈએ. અને ભિક્ષા માગવીજ જોઈએ. આ તેમણે ગૃહસ્થાશ્રમને આદર્શ બનાવ્યો. નિરાશક્તિની મેટી મોટી વાતે કરવાથી દીક્ષાનું લક્ષ્ય છવનમાં કદાપિ પણ ન આવી શકે. જ્યાં સુધી જીવનમાં સન્યાસનું સ્થાન ન આવે, ભોગ-વિલાસેથી પાછા ન વળી શકાય! આશ્રમ વ્યવસ્થામાં પચાસ વર્ષ પછી વાનપ્રસ્થનો ઉલ્લેખ હોવા છતાં પણ મોટી ઉમ્મર સુધી પણ ભોગ-વિલાસમાંથી લોકોને પાછા ન વળતા જોઈને; બુદ્ધને દરેક માટે ફરજિયાત દીક્ષા-સંસ્કાર જરૂર પ્રશસનીય ગણી શકાય.
તેવીજ રીતે તેમણે ત્યાગીને પણ લોકકલ્યાણ તરફ દેર્યા. તેમણે કહ્યુંઃ “જગતનું નિર્વાણ નહીં થાય, જગતનાં દુઃખો દૂર નહીં થાય ત્યાંસુધી તમારું કલ્યાણ થવાનું નથી.”
કોઈ કે બુદ્ધ ભગવાનને કહ્યું: “આપના માટે મેક્ષમાં જવાનું વિયાન તેયાર છે!”
તેમણે કહ્યું: “લોકોનું નિર્વાણ ન થાય ત્યાં સુધી મારે મેક્ષમાં જવું નથી!”
આમ તેમણે ત્યાગને લોક-કલ્યાણ સાથે બાંધે અને ત્યાગ સાથેના ગૃહસ્થાશ્રમને ઈન્કાર ન કર્યો. પુરૂષાર્થની નવી દિશા : - બૌદ્ધ દર્શન કેટલું વહેવારિક છેતેને એક પ્રસંગ “સભિય સુતામાં આવે છે. સભિય નામને સાધુ છે. તેના અંતરમાં કેટલાક પ્રશ્નો ઊઠે છે. તે બધા એકાંગી વિચારે હોય છે. એકાંત સાધના સારી? એકાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com