________________
૨૧૪
આત્મવાદ સારો કે શુષ્ક ચર્ચા કરવી સારી! અથવા ગુફામાં સાધના કરું કે પિતાને મેક્ષ મેળવું!” એવું એવું તે કહે અને વિચારે. આ પુરૂષ જ્ઞાન લેવા ગયા. પણ છ દાર્શનિકો તેને સવાલોના જવાબ ન આપી શક્યા, પણ બુદ્ધ ભગવાન આપી શક્યા. તેમણે સમાધાન આપ્યું કે આને સાધુ કહેવાય, આને શ્રવણ કહેવાય અને આને બ્રાહ્મણ કહેવાય ? સભિયને સંતોષ થાય છે. એટલે તે બુદ્ધને કહે છે કે મને દીક્ષા આપે
બૂધ્ધ કહે છે : “તમે ભિક્ષુ તે છો જ! માત્ર બૌદ્ધ ધર્મની દીક્ષા જોઈએ તે સંઘની આજ્ઞા લેવી જોઈએ.”
આનો અર્થ એ થાય છે કે તેઓ સંઘમાં માનતા હતા. એકાંકીપણમાં નહોતા માનતા. આ સંઘમાં સાધુ-સાધ્વીઓ અને બૌદ્ધ સ્ત્રી અને પુરુષ હતા. બૌદ્ધ ધર્મો સ્ત્રીઓની દીક્ષા માટે પાછળથી જોગવાઈ કરી હોય તેમ લાગે છે. મહાકાસ્યની નામના પિતાના શિષ્યની વિનંતિથી ભિક્ષુણી બનાવીને સન્યાસ દીક્ષા આપી છે. ભ. બુદ્ધના ગૃહસ્થ પક્ષના માસીબા ને આનંદી આમ્રપાલીને પણ સ્વીકારવામાં આવી છે. વૈદિક ધમે વર્ણાશ્રમ વ્યવસ્થાને પાયો નાખ્યો ત્યારે બૌદ્ધ ધર્મો–બધા વર્ણોને છેડી જવા માટે તેમ જ બધા માનવોની એક જ જાત છે એમ કહી વર્ણાશ્રમની નવી વ્યાખ્યા આપી. વર્ણાશ્રમ વ્યવસ્થા આખી શ્રમ ઉપર ઊભી હતી. પુરુષાર્થ તેને આધાર હતા. બુધે ત્યાં શ્રેષ્ઠ શ્રમ કોને કહેવાય ? એ સમજાવી “શ્રમણ પદ્ધતિનો પાયે નાખ્યો. એમાં જેને પણ એટલું જ ફાળે છે. તેની છાપ વૈદિક ઘમ ઉપર પણ પડ્યા વગર ન રહી. પ્રતિકારની નવી રીત :
અત્યાર સુધી વૈદિક ધર્મમાં આતતાયીને મારી નાખવો એજ વાત પરંપરાગત ચાલી આવતી હતી. બુધે આ પ્રતિકારને નવી રીત આપી. તેમણે અહિંસક પ્રતિકારને પાયે નાખ્યો અને કહ્યું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com