________________
૨૧૭
આજે વિશ્વના કલ્યાણ માટે તેની વધારે અગત્ય છે. વિશ્વના પ્રશ્નો ઉકેલવામાં બૌદ્ધ ધર્મ માર્ગદર્શન આપી શકે તેમ છે. ગાંધીયુગમાં તેના આદર્શો કેવી રીતે ઉપયોગી થાય તે આપણે ગોઠવવાનું છે.
ચર્ચા વિચારણા ૌદ્ધ ધર્મને ઉપયોગી બનાવે
પૂ. દંડી સ્વામી: “સવારના મહારાજશ્રીએ જે કહ્યું હતું તે ખૂબ જ સુંદર અને સમયસરતું હતું. બૌદ્ધધર્મમાં સૌત્રાંતિ, ભાવિક, યોગાચાર અને માધ્યમિક એમા ચાર શાખાઓ છે. જેમાં જીવ, જગત અને પરમાત્માનું સુંદર અને વ્યવસ્થિત સમન્વયીકરણ છે. અલબત્ત બૌદ્ધ ધર્મને બહેળો ફેલાવે છતાં રાજ્યાશ્રય અને રાજ્યલાલસાને કારણે તેનું પતન થયું. છે. હમણું જર્મન તત્ત્વજ્ઞાનીઓએ બૌદ્ધ ધર્મનું જે ઉજવળ ભવિષ્ય કહ્યું છે તે જોતાં; તેમજ અનુબંધ વિચારધારા જૈન ધર્મમાં પરવિસાન પામી વિશ્વમાં સર્વધર્મ ઉપાસનાનો જ્ય જયકાર જરૂર જરૂર વર્તશે એમ લાગે છે.
શ્રી. ચંચળબેન : “ ભગવાન બુધે, રાહુલ-યશોધરા વગેરેને સન્યાસ તરફ ખેચા અને ખુદ અશોકનાં સગાં પણ ખેંચાયાં. આમ ગૃહસ્થસંધ અને સાધુસંઘ બંનેનું મહત્ત્વ બૌદ્ધધર્મમાં સ્વીકારાયું છે. એટલું જ નહીં, આમ્રપાલી જેવી વેશ્યાઓને પણ કેટલી ઉંચી ચઢાવી? એટલે આજે જે ઉણપ છે તેમની પૂર્તિ કરી એ ધર્મને આગળ વિકાસના પંથે મૂકવો જોઈએ.
પૂ. દંડી સ્વામી : “બિંબિસાર, અજાતશત્રુ, કનિષ્ઠ, અશોક જેવા રાજાઓ થયા. અશકને પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા સિલેનમાં ગયા, અને બે ભાઈઓ ભિક્ષુ રૂપે, બીજા ભિક્ષુ-ભિક્ષુણીઓની સાથે બર્મા તરફ ગયા. આમ સાધુસંસ્થાની ઉપયોગિતા બૌદ્ધ ધર્મ, ગૃહસ્થાશ્રમના ક્ષેત્રમાં પણ સિદ્ધ કરી. આ બધાં તો લેવા જેવાં છે.
(૨૮-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com