________________
સાધુ તરીકે કેવળ અતિતપમાં પણ બૌદ્ધધર્મે શ્રેય ન માન્યું. સાથે લોકકલ્યાણને પણ ધ્યાનમાં રાખવાનું કહ્યું છે. લોકસંગ્રહ માટે પ્રયત્ન:
પણ સાધુ દીક્ષા લે એટલે તેણે કઇક તે કરવું જોઇએ ! તે માટે તેને લોકસંગ્રહને પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું. આ રીતે અશકે પિતાના માણસને શ્રીલંકા, તિબેટ, ચીન વગેરે સ્થળોએ મોકલ્યા અને એ પ્રકાશ ભારત મટીને એશિયાને થયે. યજ્ઞને નવું સ્વરૂપ :
તે વખતે યજ્ઞની બેલબાલા હતી. લોકો માનતા હતા કે યા કરવાથી સ્વર્ગ મળે છે. બુધે તેને નવું સ્વરૂપ આપ્યું અને યજ્ઞમાં ભોગ આપવાની નવી પદ્ધતિ બતાવી. તે અંગે એક દાખલ સુપ્રસિદ્ધ છે.
એકવાર બુદ્ધ ભગવાન રાજગૃહી નગરીમાં ગૃધ્રકૂટ પર્વત ઉપર વિચરતા હતા. તે વખતે માઘ નામને બ્રાહ્મણ આવીને તેમને પૂછે છે –“યને માર્ગ પુરય માટે છે. હું યજ્ઞ કરી રહ્યો છું તે મારું પુણ્ય વધે છે કે નહીં.”
ત્યારે બુદ્ધ કહે છે –“તમે યજ્ઞ જરૂર કરો પણ, યજ્ઞ કેવો કરવો ? તેમાં કોની આહૂતિ આપવી? તેને વિચાર કરવો જોઈએ. આહૂતિ એવી આપવી જોઈએ કે આત્મા ઉજજવળ બને. એટલે દોષોને હેમવા જોઈએ; ઈદ્રિયોના વિષય-વિકારોને હેમવા જઈએ.
આમ તેમણે નવા યજ્ઞની કલ્પના આપી. અને એ ન યજ્ઞ કરી કોણ શકે? તે કહ્યું કે જે પુરૂષ રાગદ્વેષથી રહિત થયો છે, જેનું જીવન વિશ્વના કલ્યાણ માટે છે, તેને બુદ્ધ કહે, વીતરાગ કહો કે તથાગત કહે, એવાજ પુરૂષ યજ્ઞ કરવા માટે ઉત્તમ છે.
બુદ્ધ ભગવાને બ્રાહ્મણને કર્મ માર્ગથી હટાબે નહીં, પણ જ્ઞાન અને કમનું જોડાણ કર્યું. સાધુ પુરૂષોને યજ્ઞ માટે શ્રેષ્ઠ ઠેરવ્યા અને એ માગે તે શું માગે ? તમારા દે દૂર કરે એજ એમની ચાહના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com