________________
૨૯
જોઈ બાપ બધી વ્યવરયા કરાવે છે. જીવનનાં ત્રણ દુઃખે છે; સંગ; ઘડપણ અને મરણ. રોગ હોય તો કોઈ પણ જાતનું સુખ રહેતું નથી. ઘડપણ આવતાં શરીર કૃશ થઈ જાય; સ્વભાવ બદલાઈ જાય, મૃત્યુ આવે એટલે માણસ જાય તે ફરી જોવા ન મળે. એટલે રોગી, વૃદ્ધ અને શબ ત્રણે ન દેખાડવા એવો રાજાએ પ્રબંધ કર્યો.
પણ, બનવાકાળે બન્યા વગર રહેતું નથી. રાજાએ જે વાતની મનાઈ કરી હતી તે જ વાતો બુદ્ધને જોવા મળે છે. તેમાંથી તેમને મંથન જાગે છે કે “શું મને પણ રોગ થશે ? શું હું પણ ઘરડે થઈ? શું મારું પણ મરણ થશે ? જે સુખેમાં હું રહું છું તે કાયમી નથી. તે પછી કાયમી શાશ્વત સુખ ક્યુ છે?”
એના ચિંતનમાં વૈરાગ્યને ઉદ્દભવ થાય છે. કાયમી સુખની શોધ માટે ઘર, કુટુંબ, મહેલ ત્યાગવાં જોઈએ. મનોમંથન ઉગ્ર બને છે અને બુદ્ધ સૂતલી પત્ની, વિલાસપૂર્ણ મહેલ; પ્રિયપુત્ર બધાને ત્યાગ કરીને નીકળે છે. તેમનું આ મનોમંથન માનવ-માનસના મનોમંથનોમાં આજે પણ શ્રેષ્ઠ શ્રદ્ધાને લાયક ગણાય છે.
તેઓ મહેલ ત્યાગીને એકદમ ઉગ્ર તપ વગેરેમાં ઊતરી પડે છે. તેમને વેગ પ્રચંડ હતું એટલે આકરા ઉપવાસ ઉપર ઊતરે છે. એટલી બધી અશકિત વધી જાય છે કે ઊભા રહેવાની શકિત રહેતી નથી. લેથડિયાં આવે છે. પણ પ્રકાશ મળતો નથી. એ સમયે ત્યાંથી વારાંગનાઓ પસાર થાય છે. તે એટલું બોલે છે: “વાજિંત્રના તાર બહુ ન ખેચશો તેમજ બહુ ઢીલા પણ ન રાખશે. મધ્યસર રાખજે.”
બુદ્ધને તે પ્રસંગ ઉપરથી બોદ્ધ મળે છે. એકવાર અતિવિલાસમાં હતા. હવે અત્યંત તપ કરીને શરીર કૃશ કરી નાખેલું. અતિ કહેવાય એવું તપ કર્યું. આ બે છેડામાંથી જે તત્વ મળ્યું તેને મધ્યમ પ્રતિપદા, માગ કહેવામાં આવે છે. આમાંથી બૌદ્ધ ધર્મ પ્રકાશયો અને ધીમે ધીમે
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com