________________
૨૦૭
પણ કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓની રાહબરી હેઠળ કરવામાં આવે તેજ સારું પરિણામ આવી શકે.
પ્રતિકારનું કામ આજ લગી તે ક્રેઈએ અહિંસક પદ્ધતિએ કર્યું નથી. બ્રાહ્મણે આગેવાન રહ્યા તો તેઓ પોતાની શ્રેષ્ઠતા અને સમાજની નિંદા કરવામાં રહ્યા. ભગૃષિએ વિષ્ણુ ભગવાનની છાતી ઉપર લાત મારવા જેવાં બાલિશ કાર્ય કર્યા. ક્ષત્રિયોએ મારામારી કરી. વૈશ્યએ શોષણ રૂપે હિંસા કરી, શો તો કદિ ઉપર આવ્યા જ નહીં. તેઓ અહિંસક વાહન બની શકે એમ માની શકાય છે. આ બધા ઉપરથી લાગે છે કે મુનિશ્રી સંતબાલજી ગામડાં (શ્રમજીવી વસ્ય, શુદ્રો) માતાઓ અને શહેરી મજરે વગેરેને અહિંસક સાધનાનાં મુખ્ય વાહને ગણે છે તે યથાર્થ છે. વૈદિક ધર્મમાંથી જૈનધર્મમાં અને ગાંધીયુગમાં આપણે જે ભાલનળકાંઠા પ્રયોગ બાદ અહિંસક પ્રતિકારનું સાધન શોધી શકયા છીએ તે અજોડ છે
(તા. ૨૧-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com