________________
* ૨૦૪
પણ, આ ગૂડા તત્ત્વોનું શું? તે વિનેબાજી કહે છે કે “તેમને સમજાવે, હૃદય પરિવર્તન કરાતમે તે એ પ્રયત્નના અધિકારી છે. પરિણામ શું આવે છે તે ન જુઓ.” આનું પરિણામ એ આવ્યું છે કે ગાંધીજીએ જે પ્રચંડ અહિંસક શક્તિ રાષ્ટ્રમાં ભરી હતી તે ઓસરતી જાય છે અને આજે અહિંસા વ્યક્તિ સુધી પહોંચે છે પણ તે સામાજિક પ્રક્રિયા બનતી નથી.
ઘણું, એમ કહેશે કે ગમે તેટલી અહિંસાની વાત કરે પણ સમાજ હિંસા વગર ચાલતું નથી. એટલે જ “પત્ય માર્યા, બાળ્યું, લ્યું તોડ્યું જાનથી ખત્મ કર્યા” આ બધા બનાવો અવિરત ગતિએ સમાજમાં થયા જ કરે છે. પણ, એથી એવું તો નથી કે નિર્માલ્યા થઈને ગૂંડાગીરી, દેગાઈ કે દાંડતોને વધવા દેવા? એવા હિંસક તને પ્રતિષ્ઠા તે ન મળવી જોઈએ!
ત્યારે તેની બીજી બાજુ પણ વિચારવાની છે. ગુંડાગીરી, દેસાઈ વધે છે અને કોર્ટ કચેરી કંઈ પણ કરતી નથી. સમાજ હેરાન થતો રહે છે. ક્યારેક કોર્ટમાં કેસ ચાલે છે તે સ્ત્રીને ન બોલવાનું બેસવું પડે છે. પુરાવાના અભાવે બુદ્ધિમાન વકીલો, વધારે ફી મેળવવાના બહાને સાચા કેસોને પણ દલીલબાજીથી ખોટા ઠેરવે છે. તે આ સામાજિક અન્યાય માટે શું કરવું? સહન કરવું કે પ્રતિકાર કરે!
આના માટે અહિંસક પ્રતિકારની દિશામાં આપણે આગળ વધીને શુદ્ધિ પ્રયોગની વાત કરીએ છીએ. જ્યાં જ્યાં અન્યાય ને હિંસાને આ રીતે પ્રતિષ્ઠા મળે ત્યાં ત્યાં સામાજિક કાર્યકરોએ લોકસમૂહની વચ્ચે તેને પિતાનું પાપ ગણી તેની શુદ્ધિ માટે પ્રયોગ કરવા. એનાથી લોક જાગૃતિ પણ આવશે; લોકો અન્યાય સહેતા અટકશે અને અન્યાય કરતા પણ પાછા વળશે. પ્રતિકાર શક્તિના હમણુના તબકકે તે એજ શ્રેષ્ઠ માર્ગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com