________________
૨૦૦
મળે છે. એ બન્ને ગુણો શૂરાઓ માટે દુલર્ભ છે. માટે વૈદિક ધર્મની વીરતા શીખો અને પછી જૈન થાવ! ધિરતા હોય તે જ જ્ઞાન ટકે અને પચે. આજે અહિંસાને ઓથે જૈનોમાં કાયરતા પોષાય છે. એટલે હું જૈન તત્ત્વજ્ઞાનને વૈદિક તત્ત્વજ્ઞાન જાણ્યા પછી લેવાનું કહું છું. આપણે ત્યો કહેવત પડી ગઈ છે: “વાણિયા મૂંછ નીચી-તો કહે સાતવાર નીચી !” આવી કાયરતા જૈનોની નમ્રતા માટે નથી. સાચે જૈન તે નમ્રતા આગળ સાત વાર નમે પણ સિદ્ધાંતને પ્રશ્ન આવે ત્યારે અણનમ રહે.
સાચે વાણિયે કે જૈન કદિ કાયરતાને નમતો નથી. એના ઘણા દાખલા ઈતિહાસને પાને જોવા મળે છે. વનરાજ અને ચાંપાની વાત આવે છે. ચાંપે એકવાર કેટલીક સોનામહોર લઈને ઊંટ ઉપર મુસાફરી કરતો હતો. તે વખતે તેને વનરાજની ટોળી મળી. વનરાજ તે વખતે લૂટફાટ કરતો હતો. તેણે કહ્યું: “કોણ છે? ઉતર હેઠો અને મૂકી દે જે હોય તે !”
ચાંપાએ હુંકાર કર્યો: “જ્યાં સુધી આ ળિયામાં પ્રાણ છે ત્યાંસુધી હાથ નહીં અડાડી શકો!” એમ કહે કે તે ઊતરી પડ્યું. તેની પાસે બાણ જેઈને વનરાજને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું. "કોણ છો ?”
ચાંપાએ કહ્યું : “વાણિયો. તેમાં પણ જૈન વાણિયો ! ” વનરાજે પૂછયું : “વાણિયે અને બાણ?” ચાપ કહેઃ “હાઅપરાધ થાય તે જ બાણ મારું !” વનરાજ કહે : “તો પેલા કેળાના ફળને તાક!” ચંપો કહે : “એ સજીવ છે એને ન મારી શકું !” વનરાજ: “તે અમે શું મૂઆ છીએ ”
ચાંપે : મૂઆ તો નથી, પણ અપરાધ ન થાય ત્યાંસુધી કોઈને ભારતે નથી. તમારા માટે પણ કેવળ બે બાણ બસ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com