________________
૧૯ અહિંસક પ્રતિકારની મર્યાદા:
આ અહિંસક પ્રતિકાર એટલે કે અન્યાયની સામે મક્કમ રહીને તેને નૈતિક રીતે પ્રતિકાર કરવો. આના સંદર્ભમાં બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું કે “વેરથી વેર શમતું નથી. પણ અવૈર (પ્રેમ)થી વેર શમે છે.” એટલે આતતાયીને કજે કરી તેનો બદલો લીધા વગર તે કેટલો યુદ્ધ છે એ દેખાડવો. તેને માફ કર આ ભાવના આવી. વૈદિક ધર્મો પણ આ અહિંસક પ્રતિકારની ભાવના લીધી. ખાસ તો તેનું કારણ એમ પણ કહી શકાય કે જેમ જેમ માનવસમાજ હિંસા તરફથી અહિંસા તરફ વળ્યો તેમ તેમ અહિંસક પ્રતિકાર આવતો ગયો. શસ્ત્ર વગર, નૈતિક અહિંસક શક્તિવાળો પ્રતિકાર ઘણા લોકો માટે હસીને વિષય બન્યો; પણ મહાત્મા ગાંધીજીએ અહિંસક પ્રતિકારની શકિતને જે રીતે રાષ્ટ્રવ્યાપી બનાવી દીધી, તેને અજબ સિદ્ધિ તરીકે ગણાવી શકાય; એટલું જ નહીં તેમણે વિશ્વને પણ શાંતિ-સુલેહના પંથે જવા માટેનો રસ્તો બતાવ્યું છે.
આ અહિંસક પ્રતિકાર વખાણવા લાયક છે; પણ તેની પે મર્યાદા છે. આજે અહિંસક પ્રતિકારના બહાના હેઠળ ઘણું લોકો છતી શક્તિએ અન્યાયનો સામનો કરતા નથી અથવા કહે છે કે અમને શું ? તો એ તેમની નબળાઈ ગણાશે. અન્યાયને સામનો કર્યા સિવાય જે ભાગે; કે પામરતા પામે તેના કરતાં તો શસ્ત્રથી પણ સામનો કરવા એ ઊંચી વસ્તુ છે. ખાસ કરીને આ વાત જૈનભાઈઓએ શીખવા જેવી છે. અહિંસક છીએ એમ સમજીને અન્યાયથી પણ ભાગવું એ તે નરી કાયરતા છે. પહેલાં તેમણે વૈદિક ધર્મમાં પાકા થવાની જરૂર છે. કારણકે વેદિક ધર્મે ક્ષત્રિયોને કહ્યું છે–
- મૃતઃ કનોતિ સ્વવા રાત્રે સુવા સુવાનિ જા ____ उभावपि हि शूराणां गुणावेतौ सुदुर्लभौ ।।
એટલે કે કાયરતા કરતાં અન્યાય સશસ્ત્ર પ્રતીકાર કરવામાં ફાયદે છે. મરી જાય તો તેને સ્વર્ગ મળે છે. શત્રુને હણે છે તે સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com