________________
૨૦૧
વનરાજ તેનાથી ઘણો જ પ્રભાવિત થયો અને જાતે દહાડે જ્યારે તે રાજા થયો ત્યારે તેને મંત્રી બનાવ્યું અને તેના નામે ચાંપાનેર નામનું નગર પણ વસાવ્યું. કહેવાને ભાવ એ છે કે ખરે જૈન અન્યાય આગળ મચક નમૂકે. એ માટે વિમળશાહ મંત્રી, વસ્તુપાલ-તેજપાલ વ.ના દાખલાઓ પણ આપી શકાય છે.
તફાને, અન્યાય, અત્યાચારોને બર્દાશી કરતા થઈએ તો તે ગુનાના ગુણાકારો થશે. એટલે અન્યાય સામે આંખચીમણું ન કરવાં જોઈએ એટલે જ સમર્થમાં પ્રતિકાર શકિત હમેશાં હેવી જોઈએ. કદાચ બ્રાહ્મણ, ક્ષત્રિય કરે તો ચાલે પણ સંતથી તો બેસી ન રહેવાય! એના સંદર્ભમાં કાલકાચાર્યનું દૃષ્ટાંત આપી શકાય છે ! પણ આની એક બીજી બાજુ છે. જે એ જ પરંપરા ચાલુ રહે તો માનવસમાજની પરસ્પરની શાંતિ ' કદિ ન રહે !
આજે અહિંસક પ્રતિકારની દિશામાં માનવસમાજ ઘણો વધી ગયે છતાં પણ આપણે ઘણું પ્રસંગે હિંસાનો ઉપયોગ થતો જોઈએ છીએ. આનું કારણ એ છે કે અગાઉના પૂર્વજો જે કરી ગયા; તેની છાપ આજની પેઢી ઉપર રહે છે. રામયુગ અને કૃષ્ણયુમનો સિદ્ધાંત હતો કે ગુના પાત્રને સમજાવે નહીં—પણ ઠાર કરવો. તે યુગની સમાજવ્યવસ્થા, લોકસમજણ અને વિકાસ પ્રમાણે તે મહાપુરુષોએ કામ લીધું છે. આજે અહિંસક અને સત્યને, ન્યાય અને પ્રેમને ઘણો વિકાસ થયો છે. તે છતાં રામાયણ-મહાભારતની સમાજ ઉપર વ્યાપક અસર છે. પરિણામે મહારાષ્ટ્રમાં સ્વામી રામદાસ, તુકારામ, એકનાથ વગેરે સંતો થયા. તેમણે સંસ્કૃતિની રક્ષાની વાત કરી. સાથે એના રક્ષણ માટે ભવાની, તલવાર, ત્રિશૂળ વ. શાસ્ત્રોની પ્રશંસા પણ કરી. સ્વામી દયાનંદના ભક્તો આર્યસમાજીઓ શૂરવીર ઘણું છે. અન્યાયને સામને કરવા તૈયાર થઈ જાય. હમણું જ એક આર્યસમાજી બહેને કઈ મવાલીને છેડતી કરવા બદલ ચંપલ મારી હતી. આમ અન્યાયીને ફટકાર એ પ્રતિકાર શકિતનું પ્રમાણ છે. કેવળ પ્રશ્ન એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com