________________
૧૮૮
સા માટે! રાજાને પણ ગુસ્સો વધતું ગયું અને તેમણે જમદગ્નિનું ભાથું વાઢી નાખ્યું. પુત્રે (પરશુરામે) જોયું અને તેની માતાએ પણ આ જોયું. તેને ખૂબ દુઃખ થયું. તેણે પોતાનું માથું એકવીશ વાર ભૂમિ પર પટકયું. પરશુરામે તે પ્રમાણે એકવીશ વાર પૃથ્વીને નક્ષત્રી કરી.
અહીં ન્યાયને દંડ સમર્થ પુરુષને આપવાને પ્રશ્ન હતો. પણ, સમર્થ કોણ? પરશુરામ સમર્થ ન હતા. એ કામ ક્ષત્રિયનું હતું. તેને ખરો ખ્યાલ તે રામ-લક્ષ્મણે સીતાના સ્વયંવર વખતે તેમને આપે.
ત્યારબાદ આપણે પુરાણ-યુગમાં આવીએ છીએ; એટલે કે મહાભારત કાળમાં. પુરાણના બે ભાગ છે. એકમાં જૂની વાતો મળે છે; બીજામાં નવી વાતે મળે છે. એમાં દષ્ટાંતે-રૂપકો રૂપે મૂક્યાં છે તે વખતના સમાજની કક્ષાનો વિચાર કરીને વાતે મૂકાઈ છે. તેમાંથી સાર જ ગ્રહણ કરવાનો છે.
શ્રીકૃષ્ણ ભગવાને બકાસુર, અરાસુર, કંસ, જરાસંધ, શિશુપાલ વ.નો વધ કર્યો. પૂતના માસી ઝેર પાવા આવે છે તો તેને પણ મારી નાખે છે. મહાભારતનું યુદ્ધ ધર્મ-યુદ્ધ ગણાય છે જેમાં પાંડવો-કૌરવોને નાશ કરે છે તે તેને ધર્મ ગણવામાં આવે છે. આ બધી વાતો ઉપરથી એજ સાર લેવાને છે કે અન્યાયી–આતતાયીને મારી નાખવામાં તે વખતે કોઈ દોષ ન ગણાતો. સમાજ વ્યવસ્થાને બગાડનારને જરા પણ બર્દસ્ત નહેતે કરાત!
પણ ક્ષત્રિય ધર્મ જ્યારે બગડવો શરૂ થશે અને આતતાયીને મારી નાખવાના નામે અનર્થો ફેલાવા લાગ્યા ત્યારે તેમાંથી નવો વિચાર આવ્યો કે શું આજ રીતે અન્યાયને પ્રતિકાર કરવાથી અન્યાય ટળશે! ખરેખર ખરાબ તત્વ તે “અન્યાય છે, અન્યાયીને આત્મા તે આપણા જેવો આત્મા છે. શું તેને અન્ય રીતે સુધારી ન શકાય? આમાંથી જે નવી વિચારસરણું જન્મી તેને આપણે નૈતિક પ્રતિકાર, અહિંસક પ્રતિકાર એવું નામ આપશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com