________________
પાયે રહેલો છે તે જણાયા વગર નહીં રહેએ જ માનવસેવાને પાયે તેમને રક્તપિત્તિયાઓ, આંધળાઓ તેમજ બહેરા-મૂંગા માટે કંઈક કરી છૂટવા માટેની પ્રેરણા આપે છે.
ધમને મૂળ પાયે હંમેશાં તેના સંસ્થાપકના જીવનમાંથી આવે છે એટલે સેવાના સંસ્કાર આટલા દઢ શા માટે ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. તે માટે ઈશુ ખ્રિસ્તના જીવન અને સિદ્ધાંત કયા છે તે આપણે
જોઈ જઈએ.
ત્રણ સિદ્ધાંત :
બાઈબલમાં Faith, Hope and Charity એટલે કે શ્રદ્ધા; આશા અને ઉદારતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખે તે તમારું કામ થશે. સારી આશા રાખી સારું વર્તન કરો. બીજા પ્રત્યે માયાળુ બને; અને ઉદારતા રાખે. એટલે કે દાન કરો.
યહુદીઓનું સંકરણ થયું તેમાંથી ખ્રિસ્તી ધર્મ આવ્યો છે, એ આપણે જાણીએ છીએ. અહીં ખ્રિસ્તી ધર્મ અગે વધુ ઊંડાણમાં જતાં પહેલાં આપણે તે વખતની સ્થિતિ પણ જોઈએ તે ચગ્ય થશે. ઇશુ પહેલાની સ્થિતિ :
પશ્ચિમની સંસ્કૃતિમાં રાજ્ય ઉપર મુખ્ય ભાર મૂકવામાં આવતું. આપણે ત્યાં રાજા ગૌણ હત–પ્રજા મુખ્ય હતી અને રાજા તેના પ્રતિનિધિ તરીકે હતા. પણ પશ્ચિમમાં રાજાને “ભગવાનને અવતાર” અને દેવી પુત્ર માનવામાં આવતા. તે ઇચછે એ રીતે પ્રજા ઉપર શાસન કરી શક્તો; રીઝી શકત અને અત્યાચાર કરી શકતો.
ઇશુ અગાઉ યહુદીઓમાં ધાર્મિક સંસ્કાર રેડનાર મૂસા હતા. સુસાને જન્મ થયો એટલે તે હસ્યા. એટલે કોઈએ રાજાના કાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com