________________
૧૦૩
(૪) જળ અને ચેતનના સાચા ભેદના જ્ઞાન સિવાય સાચે ધમ પાળી શકાતું નથી.
(૫) સાચે ચમત્કાર તે પ્રેમ, શ્રમ, કરૂણું વગેરે સદ્દગુણોને જીવનમાં ઉતારવામાં છે. અને એ ખરેખર બહુ જ કઠોર સાધના માગી લે છે. ઈશુને એ સાધના માટે કેસ ઉપર ચઢીને બલિદાન આપવું પડ્યું હતું.
પણ, આજે માનવતાને એ પ્રખર પ્રેમીના નામ સાથે જાદુઈ ચમકારો જોડાઈ ગયા છે. તેનું એક કારણ તે એ છે કે આળસ, ભય અને લાલચ એ ત્રણેને પ્રવેશ ત્યાં થઈ ચૂકયો છે. લોકો આળસુ બને અને તપ ત્યાગ બલિદાનથી પાછા ફરે તો તેની જવાબદારી સાધુસમાજની છે, અને સાધુસમાજ આળસુ બને તો તેની જવાબદારી સમાજની છે.
આપણે ત્યાં આ શિબિરમાં અમદાવાદને એક દાખલો અપાયા છે કે એક મહારાજનાં દર્શન કરવા માટે ફુલહાર, શ્રીફળ, મે, ફળ, વ. લઈને બસે જેટલા ઊભેલા માણસોની કતાર જામી હતી. દરેકને એમ ઈચ્છા હતી કે ગુરુની નજર પડે તે બેડો પાર થઈ જાય !
એવી જ વાતો આજે ઈસાઈન્સમાજમાં પ્રચલિત છે કે ઈશુ હાથ ફેરવે તે રોગ દૂર થાય, ઈશુ આંખ ફેરવે તો ધન મેળવે. આ બધી લાલચેના કારણે લોકો આકર્ષાય તે ખરા પણ સાચે ધર્મ દબાઈ જાય અને મૂઢતા આવે; આ બધું આળસ, લાલચ અને ભયમાંથી આવે છે. ગુને કર્યો હોય, કદાચ કબૂલ કરતાં અપમાન જણાય પણ, કબૂલ કરનાર ફરી ગુને ન કરે અને સદ્દગુણોની વૃદ્ધિ કરે તો ધર્મ; સામાન્ય વહેવારમાં શુદ્ધિ રાખે તે ધર્મ–આવાં તત્તવોથી સભર ધર્મને રાજ્યાશ્રિત બનવાનું કારણ તે પાછળના અનુયાયીઓની આળસ કચાશજ ગણવી જોઈએ. જે કાર્ય થઈ ન શકે તેને પછી ચમત્કાર રૂપે ફેરવી નાખવામાં આવે છે. એવું લોકમાનસ અહીં પણ જોઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com