________________
૧૩૫
વહીમાં તેમને પૈગામ (ખુદાને સંદેશ) નાદ સંભળાય છે. પણ તે એટલા બધા ભેળા છે કે મદીના જઈને રડે છે કે મને અવાજ સંભળાયો.
કુરાનમાં “વહીને જે પાઠ છે તેમાં એ શબ્દ સંઘરાયેલા છે. બીજા ભાગમાં અનુભવેલું છે
તેઓ ઘેર આવીને પત્નીને કહે છે : “હું ગાંડે તેમ નથી થઈ ગયો ને! મને આવું કેમ સંભળાય છે ?”
ખતીજ કહે છે : “મારાં ખાવિંદ ! એવું નથી. તમે જે સાંભળે છો તે સાચું છે!”
એ પતિ-પત્નીનું કેવું સરળ જીવન હતું ! તે આ ઉપરથી જાણવા મળે છે. તેમને ત્રણ ચાર ચાહનારાં હોય છે. તેઓ એની સાથે ભળે છે. તેમની પાસે ખૂબ સંપત્તિ હતી; છતાં સાદાઇથી રહેતા. તેઓ શરમાળ, એકાંતપ્રિય, સાત્વિક અને વિશ્વાસપાત્ર હતા.
ધીમે ધીમે તેઓ જે કહેતા ગયા તે લોકોના મગજમાં “ ઊતરતું ગયું. લોકો તેમને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આથી તે વખતના શામક અને અમીર વર્ગ માં ખળભળાટ થયો. તેઓ એમને ચકાસવા માટે જાતજાતના પ્રયોગ કરવા લાગ્યા. કેટલાક પ્રસંગે :
એક જેડ નામને ખ્રિસ્તી ગુલામ હતો. એ મહંમદ સાહેબની મઝાક કરવા ખાતર કહ્યું કે “આ ગુલામ છે ખ્રિસ્તી છે, તેને ધર્મ પમાડે ! તમને તે વહી આવે છે !”
ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે ખરેખર તેમની ઉદારતા બતાવે છે. તેમણે કહ્યું : “ધમ એવી વસ્તુ નથી કે જે કહેવાથી આવે કે અપાય ! એટલે ઈશુએ જે કહ્યું છે તે જ હું કહું છું !”
અહીં આપણને તેમના જીવનમાં સર્વધર્મ સમય અને પયગંબર સમન્વય જોવા મળશે. ખુદાના બધા બંદા એક જ છે. તેમની વચ્ચે ભેદ નથી; એવું તેમણે કહ્યું અને ભાઈચારાનો પ્રચાર કરેલો. તેનો એક પ્રસંગ આ પ્રમાણે છે.
મહંમદ સાહેબ જે ઝાડ નીચે પ્રાર્થના કરતા ત્યાં કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com