________________
૧૬૩
આમ હિંસક યજ્ઞોમાંથી અહિંસક યજ્ઞો દ્રવ્યથા, જપયજ્ઞ, અને જ્ઞાનયજ્ઞ તરફ વળાયું. ભક્તિ યજ્ઞ:
પણ આ જ્ઞાનયજ્ઞ સારો હતે. પણ જ્ઞાનવાદમાં તે બદલાતાં ચર્ચાઓ ચાલી. શંકરાચાર્ય જેવાઓએ એ ચર્ચામાંથી તત્વ મેળવ્યું પણ બીજાઓ વિતંડાવાદમાં પડી ગયા.
આ વિતંડાવાદે કેવો ભયંકર અનર્થ સર્જકે તેને ખ્યાલ જૈનધર્મના હરિભદ્રસૂરિના જીવનમાંથી આવતા એક પ્રસંગથી આવી શકશે. તે વખતે બૌદ્ધ વિધાપીઠ હતી. એટલે ત્યાં જ્ઞાન મેળવવા માટે પોતાના ભાણેજ બે જૈન વિદ્યાથી હંસ અને પરમહંસને વેશ પરિવર્તન કરાવી મોકલવામાં આવે છે. બૌદ્ધોને શક ગયા કે આતે જેને છે; એટલે કહ્યું કે બૌદ્ધ ધર્મ ન સ્વીકારે ત્યાં સુધી જ્ઞાન ન આપીએ. પછી હેરાન કરવા માટે વિચાર્યું કે એવું કંઈક કરવામાં આવે કે જેને ચાલ્યા જાય! એટલે એક તીર્થંકરની મૂર્તિ બનાવી તેને પગથિયાં તરીકે ઉપયોગ શરૂ કર્યો. પેલા વિધાથીઓ ઓળંગીને જવા લાગ્યા એટલે તેમણે ફરજ પાડી કે પગ મૂકીને ચાલે !
અને બને કંટાળીને ત્યાંથી ભાગ્યા. પણ બૌધે તેમની પછવાડે પડયા, એકને રસ્તામાં તેમજ બીજાને પાદરે ખત્મ કર્યો. જે ભગવાન બુદ્ધ જે કરૂણા યજ્ઞમાં હોમાતાં પશુઓને બચાવી લેવાનું કહે તે બુધ્ધ ભગવાનના અનુયાયીઓ પિતાથી જુદા મતવાળાનાં ખૂન કરવા સુધી જાય તે કેટલી બધી દુ:ખદ બીના ગણાય.
પણ, જેને ઓછા ઉતરે તેવા ન હતા. હરિભદ્રસૂરિને આ સમાચાર મળ્યા. તેમને વિચાર થયે કે કરવું ? કુમરિપુરને રાજા દેવપાળ તેમને શિષ્ય હતું. તેને કહ્યું: “આપણે બૌદ્ધ સાધુઓ સાથે વાદ કરાવે છે. માટે બોલાવો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com