________________
[ ૧૪] . વિદિક ધર્મમાં પ્રતિકાર શક્તિ
વૈદિક ધર્મના ઊંડાણમાં વિચારણા કરતાં, યજ્ઞ, લગ્ન અને વર્ણાશ્રમ તથા પુરૂષાર્થ અંગે વિચાર થઈ ચૂક્યો છે. પણ સમાજ શાસ્ત્રીઓ સમાજની સમતુલા જાળવવા માટે નિયમો ઘડે છે અને અમૂક મનસ્વીઓ તેને તોડવાનું શરૂ કરે છે–મનમાની કરે છે, આવા સમયે શું ચૂપ બેસી રહેવું ! અન્યાયનો સામનો ન કરનાર કરતાં સામને કરનાર ઊંચે છે. તે આ સામને કઈ રીતે કરવો ? “ન નિહહવીજ વિરિય” એટલે કે વીર્યને ગેળવવું નહીં ! કારણ કે સમાજ થયો એટલે આવા પ્રયને આવ્યા ત્યારે ન્યાય-અન્યાય બન્ને આવે. આમાં અન્યાયને પ્રતિકાર કઈ રીતે કરવું ? એટલે જે નિયમનો ભંગ કરે તેને “શિક્ષા કરવી એવો કાયદે આવે.
આમાં સર્વપ્રથમ તે આતતાયી હોય તો કશો જ વિચાર કર્યા સિવાય તેને અંત લાવવો એમ કહ્યું -
માતાનમાયાન્ત ટ્રાવાવાય હણે તેને હણે :
વૈદિક ધર્મમાં બે ભાગ છે. શ્રુતિ અને સ્મૃતિ; શ્રુત એટલે સાંભળેલું. અને સ્મૃતિ એટલે યાદ કરેલું. તેની બે શાખા થઈ શ્રૌત અને સ્માત. જ્યાં વ્યકિતઓનો સમૂહ ભેગો થાય એટલે સંઘર્ષ પેદા થાય. સંધર્ષ પેદા થાય એટલે પ્રતિકાર પેદા થાય. એના ક્રમે “આતતાયીને મારો' એ સૂત્ર આવ્યું. આવા આતતાયીઓ છ પ્રકારના કહ્યા છે. અગ્નિ મૂકતો હોય, ચેરી-ગાઈ કરતો હોય; ઝેર આપતો હોય કે હિંસા કરતે; વને સમાવેશ થાય છે. આમાંથી એ સૂત્ર મળ્યું કે “ હણે તેને હણુએ ”
પણ આ રીતે હણે તેને હણવાથી જે પ્રશ્ન હતો તેને ઉકેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com