________________
૧૯૩
આજે ચારેય પુરુષાર્થની પુનઃ વ્યવસ્થા અને ચાર આશ્રમ અને વર્ણને નવું રૂપ આપવાનું કાર્ય આપણી આગળ મહત્વનું પડયું છે. તે કામ કેવળ સન્યાસીઓ કરી શકશે એમ મને લાગે છે. તેમણે નવેસરથી આશ્રમનું મહત્ત્વ બતાવવું જોઈએ. ગુણકમ પ્રમાણે વર્ણવ્યવસ્થા કરવી જોઈએ અને સમાજમાં છડેચોક થતી અર્થકામની પ્રતિષ્ઠા ઉપર ધર્મનું નિયંત્રણ લાવવું જોઈશે. એ માટે નૈતિક સંગઠને ઊભાં કરી; રાજ્ય ઉપર પણ પ્રભાવ નાખ જોઈશે.” *
વ્યવસ્થિત પુરૂષાર્થ :
શ્રી. પૂજાભાઈ : “ નાનામાં નાના કાર્યને પુરૂષાર્થ વિવેક અને વ્યવસ્થા માગી લે છે. જેમકે નહેર ખોદતાં માટી પાસે નાખવામાં આવે તે વરસાદ થતાં, તે પાછી ખેંચાઈને નહેરમાં વહી જય; અને નહેરને પૂરી નાખે. એટલે સાચો પુરૂષાર્થ પણ વ્યવસ્થિત અને વિવેકપૂર:સરનો હેવો જોઈએ. તે માટે ધર્મની જરૂર છે. ધર્મ હોય તેજ પુરૂષો અનર્થો થતાં હેય તેને પ્રેમભરી રીતે અટકાવી શકે છે. નવી વર્ણ વ્યવસ્થા :
પૂ. નેમિમુનિ : “ પ્રાચીન સમયમાં ગુરૂકુળમાં બાળકો આવ્યા પછી ત્યાં તેમના સ્વભાવ પ્રમાણે વર્ણ નિયત થતા અને તે સમાજ માન્ય બની જતા. આજે સંગઠનો અનુબ ધ મુજબ ગોઠવાતાં કુદરતી રીતે જ વર્ણ ગોઠવાઈ જવાના. કેટલાયે આજના પછાત હરિજન કોમના, શિક્ષણ, આરોગ્ય અને પ્રજા ઉત્થાનનું નૈતિક કામ લેશે જ્યારે કેટલાયે આજના બ્રાહ્મણો ધોવાનું, હજામતનું, ઝાડૂ મારફત સફાઈનું, રસોઈનું, એવાં સેવાનાં કામો ઉપાડી લેશે. નૈતિક જનસંગઠન દ્વારા આ રીતે નવી વર્ણ રચના સ્વયં થશે. એજ રીતે નવા આશ્રમેનું પણ થશે. કેટલાક બ્રહ્મચારી ભાઈ-બહેનો અવિવાહિત રહીને જિંદગીભર લોકસંગઠનનાં કામ કરશે; કેટલાંક વાનપ્રસ્થાશ્રમી રૂપે બ્રહ્મચર્ય પાળી;
- ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com