________________
૧ર
ધર્મરૂપી અંકુશ, કામ ઉપર ધર્મને અંકુશ, સાધુઓ સાથે બ્રાહ્મણને સંબંધ, બ્રાહ્મણ સાથે ક્ષત્રિયોને સંબંધ, ક્ષત્રિયો સાથે વૈને, વૈશ્ય સાથે શૂદ્રોને સંબંધ–પછી ભલે એ હરિજન હેય, આદિવાસી હોય કે પછાત વર્ગના હોય આમ જાગતી ચેકી ઊભી થાય તો આપણે નવી વ્યવસ્થા ઊભી કરી શકીએ. વૈદિક ધમે જે ઉમદા વર્ણ, આશ્રમ અને પુરુષાર્થની વ્યવસ્થા આપી છે. તેને નવી ઢબે ગોઠવીને સમાજ વિકાસ માટે ઉપયોગી બનાવવાની છે.
ગાંધીજીએ કેટલુંક તે શીખવ્યું છે. તેમણે ધનવાનેને સાથે રાખ્યા, ગરીબેને પણ સાથે રાખ્યા, કાર્યકરોને સાથે રાખ્યા, તેમજ લગ્ન અને બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોની વાત કરી. એ ઉપરથી વૈદિક ધર્મો વર્ણાશ્રમની દેશને જે ભેટ આપી છે તેને સદ્ઉ પયોગ કરી લેવાય તે સૌના માટે ઉપયોગી થશે.
ચર્ચા વિચારણું વૈદિક વર્ણાશ્રમ-પુરુષાર્થની બધા ઉપર અસર - પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : વૈદિક ધર્મમાં ચાર વર્ણ, ચાર આશ્રમ અને ચાર પુરૂષાર્થને મહિમા મોટે છે; પણ આજે તેની સ્થિતિ શોચનીય છે. આમ તે જેમાં પણ ભરતે ચાર વેદે રચ્યાની વાત આવે છે –(૧) સંસાર દર્શન (૨) સંસ્થાન પરામર્શ, (૩) તવબેધ, અને (૪) વિદ્યા પ્રધ. એવી જ રીતે હરિકેશી જેવા ચાંડાળ કુળને પણ દીક્ષા આપી સન્યાસપદને લાયક ઠરાવ્યા છે તેમજ રાજા શ્રેણિક જેવાને ગરીબ પુણિય શ્રાવક આગળ નમાવીઃ સત-પુરૂષાર્થને જૈનધર્મે બિરદાવ્યો છે. શ્રમ-પુરૂષાર્થ જૈનધર્મને પામે છે અને તે વૈદિક ધર્મને પણ પ્રાણ છે, આમ જોઈએ તે જૈન ધર્મના પાયામાં વૈદિક ધર્મ છે, અને જૈનધર્મથી વૈદિક ધર્મ દીવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com