________________
૧૯૦
“છીએ. પચ્ચીશ વર્ષના બ્રહ્મચર્યાશ્રમ અંગે તે અમેરિકામાં પણ વિચાર ચાલે છે કે પચ્ચીસ વર્ષ સુધી કુંવારા રહેનારને અમૂક પ્રકારે પ્રતિષ્ઠા આપીએ. - જૂના વખતનાં બે આશ્રમો તે આજે છે જ. બ્રહ્મચર્ય અને ગૃહસ્ય. વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમમાં શ્રમણ સંસ્કૃતિના પ્રભાવે ઘણું સંશોધન થઈ ગયું છે. ગાંધીજીએ તેમાં નવો વળાંક આપે છે. જૂની પદ્ધતિ પ્રમાણે, આજે લોકસેવકો નવા વાનપ્રસ્થી કે સેવક જેવા લોકો ઠેર ઠેર આશ્રમ સ્થાપી બુનિયાદી તાલીમ બાળકોને આપી રહ્યાં છે. તેમાં શિક્ષણ આપવામાં આવે છે; પૂર્વ બુનિયાદી, ઉત્તર બુનિયાદ, નવી તાલિમ, ગૃહઉદ્યોગ, ખેતી વ. શીખવે છે. શ્રી માટલિયા, નવલભાઈ વ. બધું કામ કરે છે, પણ મુખ્ય ધ્યાન શિક્ષણ ઉપર જાય છે. મતલબ કે આશ્રમની નવી વ્યવસ્થા થઈ છે.
નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી, જુગતરામભાઈ દવે, દિવાનજીભાઈ વ. નવા કામે લઈને બેસી ગયાં છે; પણ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ જૂની ગુરુકુળ પદ્ધતિનું નવું રૂપાંતરજ હતું. આજે તેની વધારે જરૂર છે. એવી સંસ્થાઓ નવાં નવાં રૂપે વિકસતી જાય છે. જના કાર્યકરોમાં કેટલાક લોકશિક્ષણનું કામ કરે છે. કેટલાક બ્રહ્મચારી રહીને બબલભાઈની જેમ કામ કરે છે. ત્યારે રવિશંકર મહારાજ જેવા કેટલાક નિવૃત્તિ લઈને કામ કરે છે. આ રીતે આશ્રમની નવી પ્રણાલિકા ઊભી થઈ છે. પુરૂષાર્થમાં પ્રથમ ધર્મ
વૈદિક ધર્મો પુરુષાર્થ વ્યવસ્થા પણ આપી છે; પુરુષાર્થ ચાર છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષએમાં ધમને પહેલો મૂકે છે. એનું જ પ્રથમ સ્થાન રહેવું જોઈએ. પણ, આજે ધર્મનું નિયંત્રણ અર્થ અને કામ ઉપર રહ્યું નથી. પરિણામે મેક્ષ દૂર ગયો છે. હવે નવું નિયંત્રણ લાવવું પડશે. આજે જો કે અર્થ અને કામ ઉપર રાજ્ય ચડી બેઠું છે અને તે કહે છે કે જીવનધોરણ વધારો. આ જીવનધોરણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com